Ahmedabad

વીબી જી-રામ-જી યોજનામાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું વેતન, યુપી-બિહારની સ્થિતિ સારી

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
સરકારી યોજનાઓના નામ બદલી વાહવાહી લૂંટતી સરકારમાં ગુજરાતના શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. 'વી. જી. રામજી યોજના' હેઠળ અન્ય રાજ્યોમાં રૂ. 66 સુધીનો વધારો થયો, જ્યારે ગુજરાતમાં માત્ર રૂ. 12નો નજીવો વધારો કરાયો. 2024-25માં 9.07 લાખ શ્રમિકોને રોજગારી મળી હતી, જે 2025-26માં ઘટીને 7.18 લાખ થઈ ગઈ. આમ, 1 જ વર્ષમાં 2 લાખ મજૂરોએ રોજગારી ગુમાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીબી જી-રામ-જી યોજનામાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું વેતન, યુપી-બિહારની સ્થિતિ સારી

Gujarat MGNREGA Wages: સરકારી યોજનાઓના માત્ર નામ બદલીને વાહવાહી લૂંટવાની નીતિ વચ્ચે શ્રમિકોની વાસ્તવિક સ્થિતિ વધુ કફોડી બની છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજનાનું નામ બદલીને 'વી. જી. રામજી યોજના' કરવામાં આવ્યું હોવા છતાં ગુજરાતના ગરીબ મજૂરોને કોઈ ઝાઝો લાભ મળ્યો નથી. કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ડબલ એન્જિન સરકાર હોવાથી સામાન્ય ભાષામાં જેને 'મોસાળમાં મા પીરસનારી' કહેવાય તેવી અનુકૂળ સ્થિતિ હોવા છતાં ગુજરાતના શ્રમિકોને અન્યાય સહન કરવો પડી રહ્યો છે, કારણ કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મનરેગા હેઠળ ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે.

યુપી અને બિહારમાં રૂ. 66 સુધીનો વધારો, ગુજરાતમાં માત્ર રૂ. 12 વધ્યા

દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મજૂરોને અપાતું વેતન ખૂબ ઓછું છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં સ્વીકાર્યું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોમાં વી. જી. રામજી યોજનાના શ્રમિકોના દૈનિક વેતનમાં રૂ. 66 સુધીનો વધારો કરાયો છે. તેની સામે વિકાસના મોડેલ ગણાતા ગુજરાતમાં શ્રમિકોના વેતનમાં માત્ર રૂ. 12નો નજીવો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના આ સમયમાં રોજનો રૂ. 12નો વધારો એ મજૂરોની ગરીબાઈની મજાક સમાન છે.

1 જ વર્ષમાં 2 લાખ મજૂરોએ રોજગારી ગુમાવી

સરકાર રોજગારી આપવાના ગમે તેટલા દાવા કરે, પરંતુ સરકારી આંકડાઓ જ યોજનાના નબળા અમલીકરણની ચાડી ખાય છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં 9.07 લાખ શ્રમિકોએ આ યોજના હેઠળ રોજી મેળવી હતી, જ્યારે શાસકોની ઉદાીસીનતાના કારણે વર્ષ 2025-26માં આ સંખ્યા ચિંતાજનક રીતે ઘટીને માત્ર 7.18 લાખ થઈ ગઈ છે. આમ, માત્ર એક જ વર્ષમાં આશરે 2 લાખ મજૂરોએ રોજગારી ગુમાવી છે, જે દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી આપવાના સરકારી દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

બ્રાન્ડિંગમાં આગળ પણ ગરીબોને ન્યાય આપવામાં સરકાર પાછળ

અન્ય રાજ્યો પોતાના શ્રમિકોને આર્થિક ટેકો આપી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં મજૂરો આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. યોજનાઓનું બ્રાન્ડિંગ કરવામાં અને પ્રચાર કરવામાં મોખરે રહેતી સરકાર ગરીબોને પૂરતી રોજી અને આર્થિક ન્યાય આપવામાં સદંતર પાછળ રહી ગઈ હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

20260723-262029-1784745852.jpeg