Ahmedabad

ગુજરાતમાં દર કલાકે 12 લોકોને હૃદયની સમસ્યા, એક વર્ષમાં 14% દર્દીઓ વધી ગયા, 26% કેસ ફક્ત અમદાવાદના

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં હૃદયરોગના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. '108' ઇમરજન્સી સેવા મુજબ, ચાલુ વર્ષે હૃદયની ઇમરજન્સીના 72,307 કોલ્સ નોંધાયા છે, એટલે કે દર કલાકે 12 અને પ્રતિદિન 298 લોકોને સારવાર લેવી પડે છે. અમદાવાદમાં સૌથી વધુ 18,789 કેસ નોંધાયા છે, જે રાજ્યના કુલ કેસોના 1/4 ભાગ છે. 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં પણ હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દર કલાકે 12 લોકોને હૃદયની સમસ્યા, એક વર્ષમાં 14% દર્દીઓ વધી ગયા, 26% કેસ ફક્ત અમદાવાદના
IMAGE - ENVATO

Gujarat Cardiac Emergencies Surge: ગુજરાતમાં હૃદયને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઝડપથી વધી રહી છે, જે અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. '108' ઇમરજન્સી સેવા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ વર્ષે હૃદયની ઇમરજન્સીના કુલ 72,307 કોલ્સ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં પ્રતિ કલાકે 12 અને પ્રતિ દિવસે સરેરાશ 298 લોકોને હૃદયની સારવાર લેવાની ફરજ પડી રહી છે.

8 મહિનામાં નોંધાયા 63,652થી વધુ કેસ

ગયા વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન હૃદયની ઇમરજન્સીના 63,652 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ ચાલુ વર્ષના પ્રથમ 8 મહિનામાં કોલ્સની સંખ્યામાં 13.60%નો વધારો જોવા મળ્યો છે. અગાઉ વર્ષ 2024માં 84,378 અને વર્ષ 2023માં 66,789 દર્દીઓએ હૃદયની ઇમરજન્સી નોંધાવી હતી. જો વર્તમાન વર્ષનો આ જ ટ્રેન્ડ યથાવત્ રહેશે, તો વર્ષના અંત સુધીમાં આ આંકડો 1.08 લાખને પાર કરી શકે છે.

ગુજરાતના કુલ કેસમાંથી દર ચારમાંથી 1 કેસ અમદાવાદનો

રાજ્યભરમાં સૌથી વધુ કેસ નોંધાવામાં અમદાવાદ જિલ્લો મોખરે છે, જ્યાં અત્યાર સુધીમાં 18,789 કોલ્સ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડાઓ મુજબ ગુજરાતમાં નોંધાતી હૃદયની ઇમરજન્સીનો દર ચારમાંથી 1 કેસ માત્ર અમદાવાદમાંથી જ આવે છે, જ્યાં દરરોજ સરેરાશ 76 વ્યક્તિઓને '108'ની જરૂર પડે છે. તજજ્ઞોના મતે, છેલ્લા કેટલાક વર્ષોથી 40 વર્ષ સુધીની વયજૂથના યુવાનોમાં પણ હૃદયની સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.