Ahmedabad

અમદાવાદ: સોશિયલ મીડિયા પર પોતાનું નકલી એકાઉન્ટ જોઈ કોલેજિયન યુવતી ચોંકી ઉઠી, નોંધાવી ફરિયાદ

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા ચોરી કરીને ફેક પ્રોફાઇલ બનાવતી વિકૃત ટોળકીઓ વધુ એક વખત સક્રિય થઈ છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીના ફોટાનો દુરુપયોગ કરીને કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી દીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે યુવતીએ સાયબર હેલ્પલાઇન અને બાદમાં નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ફરિયાદના આધારે ઇન્સ્ટાગ્રામ આઈડીના આઈપી એડ્રેસ અને ટેકનિકલ સોર્સના આધારે ફેક એકાઉન્ટ ઓપરેટ કરનાર મૂળ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સોશિયલ મીડિયા પર પોતાનું નકલી એકાઉન્ટ જોઈ કોલેજિયન યુવતી ચોંકી ઉઠી, નોંધાવી ફરિયાદ

College Student Fake Social Media Account Case Ahmedabad: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા ચોરી કરીને ફેક પ્રોફાઇલ બનાવતી વિકૃત ટોળકીઓ વધુ એક વખત સક્રિય થઈ છે. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીના ફોટાનો દુરુપયોગ કરીને કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી દીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે યુવતીએ સાયબર હેલ્પલાઈન અને બાદમાં નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કૉલેજની વિદ્યાર્થિનીનું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટની યુવતી બેચલર ઑફ આર્ટ્સ(BA)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને નવરંગપુરા વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ(PG)માં રહે છે. યુવતી ઇન્સ્ટાગ્રામ પર બે એકાઉન્ટ ધરાવે છે, જેમાં તેનું એક એકાઉન્ટ અગાઉ પબ્લિક હતું પરંતુ બાદમાં તેણે તે પ્રાઇવેટ કરી દીધું હતું.

પોતાની સ્ટોરી ચેક કરતાં જ ભાંડો ફૂટ્યો

ગયા મહિને 27 મેના રોજ બપોરે આશરે 4 વાગ્યાની આસપાસ યુવતી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકેલી સ્ટોરીના વ્યુઝ અને લાઈક્સ ચેક કરી રહી હતી. આ દરમિયાન તેનું ધ્યાન એક એવા એકાઉન્ટ પર ગયું, જેના પ્રોફાઈલ પિક્ચરમાં તેનો જ ફોટો લાગેલો હતો. આ પ્રોફાઇલ ઓપન કરીને જોતાં કોઈ અજ્ઞાત શખ્સે યુવતીની મંજૂરી વગર તેના અંગત ફોટા ડાઉનલોડ કરીને પ્રોફાઈલ પિક્ચર તેમજ ઇન્સ્ટા સ્ટોરીમાં અપલોડ કરી દીધા હતા. આ ફેક એકાઉન્ટ અલગ જ યુઝરનેમથી ચલાવવામાં આવી રહ્યું હતું.

પોલીસની ધમકી આપી છતાં ફોટા ન હટાવ્યા

પોતાના ફોટાનો દુરુપયોગ થતો હોવાનું જાણતા યુવતીએ તાત્કાલિક તે એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના મુખ્ય એકાઉન્ટમાંથી મેસેજ જઈ શકતો ન હતો. આથી તેણે પોતાના બીજા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તે ફેક આઈડી પર મેસેજ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે, 'મારા ફોટા તાત્કાલિક હટાવી દો, નહિતર હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ.' આ કડક ચેતવણી આપ્યા બાદ પણ આરોપીએ પ્રોફાઇલમાંથી ફોટા હટાવ્યા ન હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: આ જિલ્લામાં બે દિવસ માટે રેડ ઍલર્ટ, 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

સાયબર પોર્ટલ બાદ નવરંગપુરા પોલીસમાં ગુનો દાખલ

આખરે કંટાળીને યુવતીએ આ સમગ્ર મામલે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ(NCCRP) પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચીને અજાણ્યા શખ્સ સામે ઔપચારિક FIR દાખલ કરાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને ઇન્સ્ટાગ્રામ આઈડીના આઈપી એડ્રેસ અને ટેકનિકલ સોર્સના આધારે ફેક એકાઉન્ટ ઓપરેટ કરનાર મૂળ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.