Ahmedabad

અમદાવાદ પૂર્વમાં 2 કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર, હાટકેશ્વર સર્કલ તળાવમાં ફેરવાયું

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં 2 કલાકના ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર થયો છે. હાટકેશ્વર સર્કલ, CTM, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ખોખરા હાઉસિંગ બોર્ડમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પૂર્વમાં 2 કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર, હાટકેશ્વર સર્કલ તળાવમાં ફેરવાયું

Ahmedabad Rain Updates : અમદાવાદમાં સતત 2 કલાકના ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાટકેશ્વર સર્કલ જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાટકેશ્વર ઉપરાંત સીટીએમ, ખોખરા, અમરાઈવાડી અને મણિનગરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

image.png

મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક જામ

ભારે વરસાદના કારણે પૂર્વ અમદાવાદના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

image.png

ખોખરા હાઉસિંગ બોર્ડમાં ઘરો સુધી પહોંચ્યું પાણી

ખોખરા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતા સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

image.png

પાણીના નિકાલને લઈને સ્થાનિકોમાં રોષ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભારે વરસાદ બાદ પાણીના નિકાલ માટે પૂરતી કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે