નેપાળ જળપ્રલયમાં 18 ગુજરાતીઓ સંપર્કવિહોણા: અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદના પ્રવાસીઓની યાદી જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Floods: List of 12 Gujarat Pilgrims Stranded | નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા કુલ 18 ગુજરાતીઓ ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે.
નેપાળમાં સંપર્કવિહોણા 18 ગુજરાતીઓની યાદી
અમદાવાદ
- અશોકભાઈ ધીરજલાલ કાપડી - મેમનગર (છેલ્લો સંપર્ક: ગઈકાલે સવારે 08:30 આસપાસ)
- દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ - રહેવાસી: નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સિટીઝન)
- ભાવિનકુમાર રજનીકાંત રાવલ - રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન - અન્ય 26 લોકોના ગ્રૂપ સાથે)
આણંદ
- બિમલકુમાર પટેલ - રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક - મૂળ ભારતીય)
- જયમિનાબેન પટેલ - રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક - મૂળ ભારતીય)
(નોંધ: આ બંને 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ ઍન્ડ રિસર્ચ હબ' એજન્સી દ્વારા કૈલાશ માનસરોવર ગયા હતા.)
વડોદરા
- કિન્નરી પટેલ - રહેવાસી: મણિનગર (અમદાવાદ)
- મિહિર પટેલ - રહેવાસી: મણિનગર (અમદાવાદ)
(નોંધ: આ બંને 'રીચા ટુર્સ પ્રા. લિ.' મારફતે ગયા હતા, છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે 04:51 એ થયો હતો.)
સુરત
- પરેશભાઈ નટવરલાલ પટેલ - હાલ USAમાં રહે છે.
- જ્યોતિબેન પરેશભાઈ પટેલ - હાલ USAમાં રહે છે.
- મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી - હાલ મુંબઈમાં રહે છે.
રાજકોટ
- જય દિનેશ કોટેચા - હાલ મુંબઈમાં રહે છે (મૂળ પિતા રાજકોટના). છેલ્લો સંપર્ક ગઈકાલે 'ફ્રેન્ડશિપ બ્રિજ/ભોટે કોશી રિવર, રસુવાગઢી-કેરુંગ બોર્ડર' પાસે થયો હતો.
વલસાડ
- રોમા દિલીપભાઈ ઇંટવાલા, વલસાડ. (સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે, રોમા ઈંટવાલા નેપાળમાં હાલ સુરક્ષિત છે.)
ખેડા / નડિયાદ
- ઉમેશ ભોગીલાલ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ). છેલ્લા 24 કલાકથી સંપર્ક થયો નથી.
- આકાંક્ષાબેન ઉમેશ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ ). છેલ્લા 24 કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
- ઈશાન પટેલ: અમેરિકન નાગરિક (રહેવાસી: નડિયાદ). છેલ્લા 24 કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
ગાંધીનગર
- અમિતા અમીન: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
- તેજલ પટેલ: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
- જિતેન્દ્ર પટેલ: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
પરિવારજનો માટે ગુજરાત સરકારના સ્ટેટ હેલ્પલાઇન નંબર્સ
નેપાળમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકો અને તેમના ચિંતિત પરિવારજનો તાત્કાલિક સહાય અને માહિતી મેળવવા માટે નીચે દર્શાવેલા સત્તાવાર નંબરો પર 24x7 સંપર્ક કરી શકે છે.
ગુજરાત રાજ્યના નાગરિકો અને તેઓના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
- 079232-51900
- 9978405304
- હેલ્પલાઇન નં. 1070
- જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077 પર સંપર્ક કરવો.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
- +977 985 131 6807
- +977 970 910 7500




