Breaking News
જિનપિંગે ગાંધીજીની સમાધી પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલી આપી * * * * બે મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા અંબાચના રહીશ પાંચ માસથી ગૂમ * * * * ભાજપ સાથે છેડો ફાડનાર ૧૨ સભ્યોના રાજીનામા યથાવત * * * * ટામેટાં અને ડુંગળી પછી હવે મગ તુવેર અને અડદના ભાવ આસમાને * * * * ચુમુરમાં ભારત અને ચીનની સેના વચ્ચેની ફલેગ મિટિંગ નિષ્ફળ

Latest National News

માનસરોવરની યાત્રાના વૈકલ્પિક માર્ગ અંગે વિરોધની શરૃઆત

September 20 at 2:00am

સિક્કીમમાં નાથુલા મારફતે માનસરોવર જવાના વૈકલ્પિક રૃટ અંગે ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર અંગે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં વિરોધ થયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન હરિશ રાવતે કહ્યું હતું કે આમ કરવાથી લોકોની લાગણીઓ દુભાશે...
More...
કાશ્મીર પૂરના અસરગ્રસ્તોને ગેટ્સ ફાઉન્ડેશનની રૃ.૪.૨૫ કરોડની સહાય

September 20 at 2:00am

જમ્મુ-કાશ્મીર ખાતે તબાહી મચાવનારા પૂરના અસરગ્રસ્તોની સહાય માટે બિઝનેસ ટાયકૂન બિલ ગેટ્સના ચેરિટેબલ ફાઉન્ડેશને ૭ લાખ યુએસ ડોલર (અંદાજે રૃપિયા ૪.૨૫ કરોડ) આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના વતની એવા રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહની વિનંતી બાદ બિલ ગેટ્સ ફાઉન્ડેશન બાદ આ સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે...
More...
ચીની નેતા જિનપિંગે ડો. કોટનિસના પરિવારને મળવાની પરંપરાને જાળવી

September 20 at 2:00am

ભારતની મુલાકાતે આવનાર નેતાઓની એ પરંપરા રહી છે કે તેઓ ડો. દ્વારકાનાથ કોટનિસના પરિવારને મળે છે અને આજે ચીની નેતા જિનપિંગે પણ એ પરંપરાને નીભાવી. તેમણે ડો. કોટનિસના બહેન મનોરમાની મુલાકાત લીધી હતી અને ચીની સૈનિકોની સારવાર કરતાં કરતાં મોતને ભેટેલા ડો. કોટનિસને યાદ કર્યા હતા...
More...
જિનપિંગનું નામ ખોટું બોલવા બદલ દુરદર્શનના ન્યુઝ રિડરની નોકરી ગઈ!

September 20 at 2:00am

ચીનના પ્રમુખનો ઉચ્ચાર શું થાય એ આજે પણ અનેક લોકોને ખબર નથી. ચીની લીપી અઘરી હોવાથી Xi Jinpingનો ઉચ્ચાર શું કરવો એ પણ એક કોયડો છે...
More...
ત્રણ દિવસની ભારત મુલાકાત આટોપી ચીની પ્રમુખ સ્વદેશ પહોચ્યા

September 20 at 2:00am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતથી ખુશ થયેલા ચીનના પ્રમુખ શી જિનપિંગે પારસ્પરિક લાગણી હેઠળ મોદીને પોતાના ગૃહ રાજ્ય શિયાનનું આમંત્રણ આપ્યું છે. જ્યાં લગભગ ૨૦૦૦ વર્ષ અગાઉ ભારતથી પરત આવ્યા પછી પ્રસિદ્ધ બોદ્ધ સાધુ હિઉઅન ત્સાંગે પોતાના અંતિમ વર્ષો પસાર કર્યા હતાં...
More...
ભારતીય મુસલમાનો અલકાયદાના ઇશારે નહીં નાચે ઃ નરેન્દ્ર મોદી

September 20 at 2:00am

ભારતીય મુસ્લિમો અલ-કાયદાના ઈશારે નાચશે નહીં એવો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય મુસ્લિમો ભારત માટે જ જીવશે અને ભારત માટે જ જાન આપશે. મારી સમજ છે કે, આ પ્રકારના સંગઠનો આપણા દેશના મુસ્લિમો સાથે અન્યાય કરી રહ્યા છે. જો તેઓ એમ વિચારે છે કે ભારતીય મુસ્લિમો તેમના ઈશારે નાચશે તો એ તેમનો ભ્રમ છે...
More...
દગાબાજ ચીનની લદ્દાખમાં ઘૂસણખોરી

September 20 at 2:00am

ચીનના પ્રમુખ ઝિ જિનપિંગને સ્વદેશ પરત ફર્યે ૨૪ કલાક પણ પૂરા થયા નથી ત્યાં પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ફરી એકવાર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છે. ચીનના સૈનિકો લદાખમાં ચુમાર ક્ષેત્રમાંથી પરત ફર્યા હતા, પરંતુ હવે તેઓ ફરી એકવાર હિમાલયની ટેકરીઓમાં ધામાં નાંખ્યા છે...
More...

National  News for Sep, 2014