For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં તોતિંગ વધારો ઝીંકવાની તૈયારીમાં, મોબાઈલ વાપરવો હવે મોંઘો પડશે

ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નેટવર્કથી આગળ વધી બ્રોડબેન્ડ, ડેટા સેન્ટર અને ડિજિટલ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે

Updated: May 8th, 2024

ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં તોતિંગ વધારો ઝીંકવાની તૈયારીમાં, મોબાઈલ વાપરવો હવે મોંઘો પડશે

Telecom Sector news | આ વર્ષે લોકસભા ચૂંટણીના પરિણામો પછી, ભારતીય ટેલિકોમ સેક્ટરમાં 4 જૂન પછી ટેરિફ 20 થી 25 ટકા વધી શકે છે. અગાઉના અંદાજમાં માત્ર 10-15% વૃદ્ધિની અપેક્ષા હતી. BofA  સિક્યોરિટીઝના એક રિપોર્ટ અનુસાર, આનાથી કંપનીઓના રોકડ પ્રવાહમાં સુધારો થશે અને તેઓ ઉચ્ચ માર્જિનવાળા બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ/ડેટા સેવાઓને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવશે.

એજન્સી  મુજબ, ભારતીય ટેલિકોમ કંપનીઓ ૫ય્માં તેમના રોકાણને પુન:પ્રાપ્ત કરવા માટે એક વર્ષની અંદર ભાવમાં ફરી વધારો કરી શકે છે. ટેલિકોમ કંપનીઓ અત્યારે ભારતીય બજારમાં કોઈ ખાસ હલચલ મચાવી રહી નથી.

 પરંતુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ શાખા રિલાયન્સ જિયો ટૂંક સમયમાં આઈપીઓ લોન્ચ કરશે તેવી ચર્ચા છે. જિયોનો આઈપીઓ  ટેલિકોમ સેક્ટરમાં મહત્વની ઘટના બની શકે છે, જેના પર ચોક્કસપણે નજર રાખવી જોઈએ.

વિશ્લેષકો ટેલિકોમ કંપનીઓ દ્વારા ભાવ વધારવા માટે આશાવાદી છે. તે વિચારે છે કે તમામ કંપનીઓ આ પગલાને અનુસરશે, કારણ કે ડેટા સેવાઓના મર્યાદિત વિકલ્પો અને લોકપ્રિયતાને જોતાં ગ્રાહકો 20-25% વધારો સહન શકે છે. તેમનો અંદાજ છે કે ૪ જૂનના ચૂંટણી પરિણામો પછી ભાવ વધશે.

BofA  સિક્યોરિટીઝના વિશ્લેષકો માને છે કે ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નેટવર્કથી આગળ વધી રહી છે. તેમના અહેવાલ મુજબ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી સમયમાં ફાઈબર બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઈઝ સેવાઓ, ડેટા સેન્ટર અને ડિજિટલ બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

Article Content Image

Gujarat