Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મક્કાઇપુલ પાસે દબાણો હટાવી સિટી બસ માટે જગ્યા ફાળવાઇ

-કાયમી દબાણ અને ગંદકી દુર થશે, સિટી બસ અહી પાર્ક થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે

સુરત, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

સુરત મ્યુનિ. તંત્રની રસ્તા પર ઉભી રહેતી સીટી બસને ઉભી રાખવા માટે મક્કાઈપુલ સ્વીમીંગ પુલ બહારની જગ્યા નક્કી કરાતા એક સાથે બે કામ થયાં છે.

આ જગ્યાએ માથાભારે તત્વો દ્વારા કાયમી ધોરણે ઉભા કરેલા દબાણ હટવા સાથે ગંદકી પણ દુર થઈ છે ઉપરાંત સીટી બસ રસ્તા પર ઉભી રહેતા ટ્રાફિક સમસ્યા થતી હતી તે પણ હળવી થઈ છે.

મક્કાઈપુલ સ્વામી વિવેકાનંદ સર્કલ તરફના ભાગે કાયમી ધોરણે સ્વીમીંગ પુલના ગેટની બહાર મચ્છીની ટ્રક કાયમી ઉભી રહેતી હતી. આ ઉપરાંત કેટલાક લોકો અહીવાનો પણ પાર્ક કરી દેતાં હતા તદ્દ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક માથાભારે શાકભાજીવાળાઓ પાથરણા, ટેમ્પો અને લારીઓ સાથે ઉભા રહેતાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી.

તો બીજી તરફ ચોક બજાર સીટી બસ ટર્મીનલની બહાર સીટી બસ જગ્યાના અભાવે રસ્તા પર ઉભી રખાતી હતી. આ બે સમસ્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું ન્યુસનસ થતું હતું.

તંત્રએ મક્કાઈફુલ બ્રિજના નાકેની જગ્યામાંથી દબાણ હટાવીને આ જગ્યા સીટી બસ તથા મ્યુનિ.ના વાહનો માટે અનામત કરી દીધી છે. જેના કારણે વર્ષો જુના દબાણ હટવા સાથે ભારે ગંદકી પણ દુર થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલના તબક્કે કામ ચલાઉ રેલીંગ મુકી વિસ્તારમાંથી દબાણ હટાવ્યા છે પરંતુ તકેદારી નહી રખાય માથાભારે તત્વો ફરી દબાણ કરી દે તેવી વકી છે.

Post Comments