Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવેન્ટસ અને મોનાકો ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલમાં : બાર્સેલોના બહાર ફેંકાયું

- ઈટાલીયન કલબના મજબુત ડિફેન્સને ભેદવામાં બાર્સેલોના નિષ્ફળ

- રિયલ મેડ્રીડ અને એટ્લેટિકો મેડ્રીડ પણ અંતિમ ચારમાં પ્રવેશી ચૂક્યા છે

નોઉ કેમ્પ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
યુરોપીયન કલબ ફૂટબોલની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ લીગમાં ઈટાલીયન કલબ યુવેન્ટસના મજબુત ડિફેન્સને ભેદવામાં સ્પેનિશ જાયન્ટસ બાર્સેલોના નિષ્ફળ રહ્યું હતુ અને બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઈનલનો સેકન્ડ લેગ ૦-૦થી ડ્રો રહ્યો હતો.
 
યુવેન્ટસ પ્રથમ લેગમાં ૩-૦થી બાર્સેલોના સામે જીત્યું હોવાથી બંને મેચના સ્કોરને ભેગા કરતાં તેઓએ કુલ ૩-૦થી બાર્સેલોનાને હરાવ્યું હતુ. આ સાથે યુવેન્ટસ સેમિ ફાઇનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે બાર્સેલોના બહાર ફેંકાયું હતુ. જ્યારે મોનાકોએ બુ્રસીયા ડોર્ટમંડને હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો. રિયલ મેડ્રીડ અને એટ્લેટિકો મેડ્રીડ અગાઉ જ સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. 
 
બાર્સેલોનાનું હાર્ટ-બ્રેક : ઈટાલીયન કલબની આગેકૂચ
સ્પેનિશ જાયન્ટ્સ બાર્સેલોનાએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પેરીસની સેંટ.જર્માઈન કલબ સામે ફર્સ્ટ લેગની મેચમાં ૦-૪થી હાર્યા બાદ સેકન્ડ લેગમાં જોરદાર કમબેક કરતાં ૬-૧થી જીત મેળવી હતી. આ સાથે બંનેમેચના સ્કોર ભેગા કરતાં તેઓ ૬-૫થી વિજેતા બન્યા હતા.
 
આ સાધારણ જીત બાદ જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં તેઓ યુવેન્ટસ સામે ૦-૩થી હાર્યા ત્યારે પણ બધાને આશા હતી કે, મેસી-સુઆરેઝ-નેયમારની ટીમ ફરી વખત મેજિકલ કમબેક કરશે. જોકે આ વખતે તેઓ ચમત્કાર કરી શક્યા નહતા અને તેમને હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાવું પડયું હતુ. 
 
બોમ્બ વિસ્ફોટથી આઘાતગ્રસ્ત બુ્રસીયા પણ બહાર
ઘરઆંગણાની ક્વાર્ટર ફાઈનલની ફર્સ્ટ લેગની મેચ રમવા જઈ રહેલી બુ્રસીયા ડોર્ટમંડની બસની નજીક ત્રણ વિસ્ફોટ થયા હતા.જે પછી મેચ એક દિવસ માટે સ્થગિત કરાઈ હતી અને આ વિસ્ફોટમાં બુ્રસીયાના એક ખેલાડીને ઈજા થઈ હતી.
 
આ પછી રમાયેલી મેચમાં મોનાકોએ બુ્રસીયાને ૩-૨થી હરાવ્યું હતુ.  ગઈકાલે મોડી રાત્રે રમાયેલી ક્વાર્ટર ફાઇનલની સેકન્ડ લેગની મેચમાં મોનાકોએ ૩-૧થી બુ્રસીયાને હરાવ્યું હતુ. બંને મેચના સ્કોરને ભેગા કરતાં મોનાકો ૬-૩થી વિજેતા બન્યું હતુ. 

Post Comments