For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: ચૂંટણી પહેલા સંદેશખાલીમાં CBI-NSGની મોટી કાર્યવાહી, મમતા સરકારે તપાસ સુપ્રીમ કોર્ટમાં પડકારી

Updated: Apr 26th, 2024

VIDEO: ચૂંટણી પહેલા સંદેશખાલીમાં CBI-NSGની મોટી કાર્યવાહી, મમતા સરકારે તપાસ સુપ્રીમ કોર્ટમાં પડકારી

CBI Raid in Sandeshkhali : લોકસભાની ચૂંટણી ટાણે પશ્ચિમ બંગાળ (West Bengal)ના સંદેશખાલી ફરી ચર્ચામાં આવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ આજે તપાસ કરવા માટે ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં એક ટીએમસી નેતાના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારુગોળો મળી આવ્યો છે. ત્યારબાદ એનએસજીની બૉમ્બ સ્ક્વોટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજીતરફ મમતા બેનરજી સરકારે (Mamata Banerjee Government) સીબીઆઈની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. મમતા સરકારે હાઈકોર્ટે સીબીઆઈને દરોડા પાડવાની મંજૂરી આપી હોવાના આદેશને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર.ગવાઈની ખંડપીઠે રાજ્ય સરકારની અરજી પર 29 એપ્રિલે સુનાવણી હાથ ધરશે.

સંદેશખાલીમાં પહેલી જૂને લોકસભા ચૂંટણી

બશીરહાજ લોકસભા બેઠકમાં સામેલ સંદેશખાલીમાં પહેલી જૂને લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) યોજાવાની છે. ભાજપે આ બેઠક પર સંદેશખાલીની પીડિતા રેખા પાત્રને ઉમેદવાર બનાવ્યા છે. રેખા સંદેશખાલી કાંડના માસ્ટરમાઈન્ડ અને સસ્પેન્ડ કરાયેલા તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને તેના ગુંડાઓથી ત્રસ્ત થયેલી પીડિતા છે. હાલ ત્રણેય આરોપીઓ શાહજહાં શેખ, શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર જેલમાં છે.

સીબીઆઈએ ઈન્પુટના આધારે પાડ્યા દરોડા

વાસ્તવમાં સીબીઆઈ અધિકારીઓની ટીમ કેન્દ્રીય સુરક્ષા દળોની સુરક્ષા હેઠળ સંદેશખાલીના સરબેરિયા વિસ્તારમાં તપાસ કરાવ માટે પહોંચી હતી. સીબીઆઈને ચોક્કસ મળેલા ઈન્પુટમાં સરબેરિયા વિસ્તારમાં સ્થાનિક પંચાયત સભ્ય હફીજુલ ખાનના સંબંધી અબૂ તાલેબનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. અબુ તાલેબ ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને તે હફીજુલનો સાથે હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ દરોડામાં અબૂ તાલેબના ઘરની અંદર ઘણા બોંબ અને હથિયારો મળી આવ્યા છે. 

Gujarat