For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ વર્ષે 10 મેએ અક્ષય તૃતીયા: સોનું-ચાંદી જ નહીં આ 5 વસ્તુની ખરીદી પણ મનાય છે શુભ

Updated: Apr 26th, 2024

આ વર્ષે 10 મેએ અક્ષય તૃતીયા: સોનું-ચાંદી જ નહીં આ 5 વસ્તુની ખરીદી પણ મનાય છે શુભ

Akshaya Tritiya 2024:  હિંદુ કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ મનાવવામાં આવશે. આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, નવો ધંધો શરૂ કરવા જેવા શુભ કાર્યો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ માન્યતાઓ પ્રમાણે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને સોના-ચાંદી સિવાય એવી 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખરીદવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. 

કોડી

ધાર્મિક શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા પર કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોડીઓની ખરીદી કરો અને વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તેમને અર્પણ કરો. આ પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

શ્રીયંત્ર

અક્ષય તૃતીયા પર શ્રીયંત્ર ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રીયંત્ર ખરીદી તેની વિધિ-વિધાન પ્રમાણે તેને તમારા ઘરમાં પૂજા સ્થાન પર સ્થાપિત કરો. સ્થાપના કર્યા પછી નિયમિત પૂજા કરો. એવું કહેવાય છે, કે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

સિંધવ મીઠું

અક્ષય તૃતીયાના (અખાત્રીજ) દિવસે સિંધવ મીઠું ખરીદવાથી સુખ-સુવિધાઓ વધારો થાય છે. આ સિવાય સિંધવ સોલ્ટ ખરીદવાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે અને તણાવ દૂર થાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસને ભૂલ્યા વગર સિંધવ મીઠાનું સેવન ન કરવું જોઈએ.

માટલું

અક્ષય તૃતીયાના દિવસે માટીના માટલા ખરીદી તેને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે માટીનો વાસણ ખરીદવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે અને પ્રગતિના દ્વાર ખુલવા લાગે છે.

દક્ષિણાવર્તી શંખ

અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખ ખરીદીને તેને પૂજા ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શંખ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. જેના કારણે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

Gujarat