For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 27 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 27th, 2024

વાંચો તમારું 27 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો.

કર્ક : આપની બુધ્ધિ અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની દૂર થાય.

સિંહ : આપના ગણત્રી ધારણા પ્રમાણે જ કામકાજ ન થવાથી વ્યગ્રતા બેચેની રહ્યા કરે. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

કન્યા : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અડોશ-પડોશના કામ અંગે આપનેે દોડધામ-શ્રમ જણાય.

તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યનો ઉકેલ આવતો જવાથી આનંદ રહે.

વૃશ્ચિક : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામમાં આપને સાનુકુળતા રહે.

ધન : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે. કામમાં રૂકાવટ વિલંબ જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.

મકર : આપને કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતા મળી રહે. આપના કાર્યની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગના સહકારથી રાહત જણાય.

મીન : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat