Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય ગીતા - વત્સલ વસાણી

જાતીય અશક્તિના ઉપાયો

શીઘ્ર સ્ખલનની આ સમસ્યામાં ઉપયોગી થાય અને સુખી દાંપત્યમાં સહયોગી બને એવું એક ઔષધ 'રસતંત્ર સાર અને સિદ્ધયોગ સંગ્રહ' નામના ગ્રંથમાં આપવામાં આવ્યું છે

શીઘ્ર સ્ખલનની સમસ્યામાં ઉપયોગી થાય અને સુખી દાંપત્યમાં સહયોગી બને એવું એક ઔષધ 'રસતંત્ર સાર અને સિદ્ધયોગ સંગ્રહ' નામના ગ્રંથમાં આપવામાં આવ્યું છે.

આ ઔષધ ઘરે બનાવવું હોય તો લવિંગ, જાવંત્રી, તજ, અક્કરકરો, સમુદ્ર શોષ (વરધારાના)ના બીજ અને શુદ્ધ અફીણ આ દરેક દ્રવ્ય દસ દસ ગ્રામ લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. એ પછી એમાં ૬૦ ગ્રામ દળેલી સાકર તથા જરૃર પ્રમાણે ચોખ્ખું મધ મેળવી બરાબર ઘુંટી થોડું સૂકાય એટલે વટાણા જેવડી ગોળી બનાવી લેવી. આઠ દસ દિવસ આ ગોળી છાયામાં સૂકવી રાખવી અને સૂકાઈ ગઈ છે એવું લાગે પછી કાચની શીશીમાં ભરી લેવી.

આમાંથી બે બે ગોળી સવાર સાંજ જાયફળવાળા દૂધ સાથે લેવી. આ ગોળીના નિયમિત સેવનથી શુક્ર ધાતુ પાતળી હોય તો ઘટ્ટ બને છે. અને ધ્વજભંગ કે નપુંસકતા જેવી સ્થિતિ હોય તો દૂર થાય છે. જેમને કાયમી કબજિયાત કે બંધકોશની તકલીફ રહેતી હોય તેમણે આ ઔષધની સાથે રોજ રાત્રે હરડે, એરંડભૃષ્ટ હરીતકી કે સ્વાદિષ્ટ વિરેચનનું સેવન કરવું.

શારંગધર સંહિતામાં શુક્ર સ્તંભન કરનાર એક બીજું ઔષધ આપેલ છે જેનો પાઠ નીચે મુજબ છે :

અક્કલકરો, સૂંઠ, ચણકબાલ, કેસર, લીંડીપીપર, જાયફળ, લવિંગ અને સફેદ ચંદન આ આઠ ઔષધો દસ દસ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ઔષધમાં ચાલીસ ગ્રામ અફિણ અને જરૃરી પાણી મેળવી ઘુંટીને સૂકાય એટલે ગોળી બનાવી લેવી. આમાંથી વટાણા જેવડી બે ગોળી સવાર સાંજ ઘી તથા મધ સાથે મેળવી સતત એક માસ સુધી લેવાથી શુક્રનું સ્તંભન થાય છે અને સ્ત્રી પુરુષને પોતાના જાતીય જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.

એક બીજો ઔષધ યોગ પણ શીઘ્ર સ્ખલનમાં ઉપયોગી હોવાથી અહીં આપું છું.

વિદારી કંદ (ભોંય કોળું), સફેદ મૂસળી, પંજાબી સાલમ, અશ્વગંધા, મોટા ગોખરું અને અક્કલકારો આ છ ઔષધો સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. આમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ સવારે અને રાત્રે ગરમ દૂધ સાથે લેવું. આ ચૂર્ણ વીર્ય વર્ધક, કામોત્તેજક અને સ્તંભન સક્તિ વધારનારું છે. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિએ આ ઔષધ શતાવરી અથવા તો ગળોસત્ત્વ મેળવીને લેવું.

ઘરે બનાવી શકાય એવો એક પાક પણ અહીં સૂચવું છું.

ગાંધીને ત્યાંથી એક કિલો સારા, સળ્યા વિનાના કૌચાં બીજ લાવી ગરમ પાણીમાં બાફી, ફોતરા કાઢી, લૂછી, સૂકવીને ચૂર્ણ બનાવી લેવું. એ ચૂર્ણમાં બસો ગ્રામ ગાયનું ઘી મેળવી ધીમા તાપે શેકી નાખવું. દાણો પડે અને સહેજ રતાશ પકડે ત્યાં સુધી શેકવું. એ પછી દોઢ કિલો દળેલી સાકરનું ચૂર્ણ નાખી ચાસણી કરવી. ચાસણી પાકે અને તાર થવા માંડે એટલે કૌચાનો માવો અને સાડા પાંચ લીટર દૂધ તથા બસો ગ્રામ બીજું ઘી મેળવી ધીમા તાપ પર પકાવવું.

હલાવતા હલાવતા કડછીને ચોંટે એવું જાડું થાય એટલે એમાં જાયફળ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, અક્કલકરો, જાવંત્રી, તાલિમ ખાનું, કેસર, સાટોડી, બળદાણા, નાગબલા (ગંજેટી), કાળી મૂસળી, અફીણ, લોહભસ્મ તથા અભ્રક ભસ્મ પ્રત્યેક બબ્બે તોલા અને ચંદન, અગર, કસ્તૂરી તથા ભીમસેની કપૂર એ પ્રત્યેક ત્રણ ગ્રામ નાખી પાક સિદ્ધ કરવો.
સવાર સાંજ આ પાકનું વીસેક ગ્રામ જેટલું સેવન કરવાથી બળ, વીર્ય, તેજ અને કામ શક્તિની વૃદ્ધિ થાય છે. શરીર પુષ્ટ બને છે અને શીઘ્ર સ્ખલન કે નપુંસકતા જેવી તકલીફ પણ દૂર થાય છે.

વંધ્યત્વના કેસમાં ખાસ કરીને શુક્રાણુની અલ્પતા હોય ત્યારે સુવર્ણ મકર ધ્વજ સાથે આ પાક આપી ખૂબ સારા પરિણામ મેળવેલા છે. આ પાકના ગ્રેન્યુઅલ્સ બનાવીને પણ દૂધ સાથે લઈ શકાય છે.

રસોદ્ધાર તંત્રમાં આવા જ એક વાજિકરણ ઔષધનું વર્ણન મળે છે. જે દ્રવ્યના સેવનથી વીર્ય વધે અને વ્યક્તિ ઘોડાની માફક અથક રહીને અનેકવાર મૈથુન કરી સ્ત્રીને તૃપ્ત કરી શકે તે દ્રવ્યને આયુર્વેદમાં વાજિકરણ કહે છે. વાજિકરણ શબ્દની સાથે શુક્રની વૃદ્ધિ, સ્તંભન શક્તિ અને કામેચ્છાનું પ્રાબલ્ય પણ જોડાઈ જાય છે. આથી નિમ્નોક્ત ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ પણ સમજી લેવો.

આ ચૂર્ણ બનાવવા માટે અશ્વગંધા, સફેદ મૂસળી, વિદારી કંદ, કૌચાં બીજ, શતાવરી, જેઠીમધ, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળો સત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાંખવું અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથી ચાળી શીશીમાં ભરી મૂકવું. ડાયાબિટીસ ન હોય તેવી વ્યક્તિ આમાં ચૂર્ણના વજન બરાબર ખડી સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકે.

પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. કફ વધારે હોય તેવી વ્યક્તિએ મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું તો પિત્ત વધારે હોય અને પાચન સારું હોય તેવી વ્યક્તિએ બે ચમચી ઘીમાં એક ચમચી મધ તથા આ ચૂર્ણ મેળવી ચાટી જવું.

આ ઔષધમાં આવતા મોટા ભાગના દ્રવ્યો શુક્ર વર્ધક, શક્તિપ્રદ અને શીઘ્ર સ્ખલનને રોકનાર તથા કામેચ્છાને પ્રબળ કરે તેવા છે. પરિણીત પુરુષો માટે તો આ એક વરદાન સિદ્ધ થાય તેવું ઔષધ છે.

છેલ્લે સૌને પોસાય અને કાયમ લઈ શકાય એવો એક અનુભૂત ઔષધ યોગ પણ અહીં આપું છું :

કૌચાં, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, આમળાં, વિદારી કંદ, ગોખરુ, સફેદ મૂસળી, સાલમ પંજા અને જાયફળ આ દસ દ્રવ્યો સરખા ભાગે લઈ તેના જેટલી જ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. (પ્રમેહના દરદીએ સાકર નાખવી નહીં.) સવાર સાંજ આમાંથી પાંચ સાત ગ્રામ જેટલું ચૂર્ણ ગળ્યા ગરમ દૂધ સાથે લેવું. આના નિયમિત સેવનથી કામશક્તિ પણ પ્રબળ બને છે.

ઈચ્છા થાય ત્યારે ઉત્તેજના થઈ શકે છે અને વધુ સમય સુધી સમાગમને માણી શકાય છે. એટલે કે શીઘ્ર સ્ખલનની તકલીફ રહેતી નથી. આ સસ્તો, સરળ અને નિર્દોષ પ્રયોગ કોઈ પણ પુરૃષ કરી શકે છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments