Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહિયર સમીક્ષા

મારી ઉંમર ૪૩ વર્ષ છે.  તાજેતરના દિવસોમાં બીમાર થતા જ્યારે ડોક્ટરે મારું ઈસીજી કર્યું ત્યારે તેમાં તેમને રાઈટ બંડલ બ્રાંચ બ્લોક થવાના લક્ષણ મળ્યા.  જ્યારથી આ જાણકારી મળી ત્યારથી હું મનોમન પરેશાન છું. સમજાતું નથી કે શું કરું. કૃપા કરીને મને માર્ગદર્શન આપો?
 

મારી ૨૬ વર્ષની દીકરીને સ્કીજોફ્રેનિયા છે. તેની ૩ વર્ષથી દવા ચાલે છે. તે સ્કૂલમાં ટીચર છે અને તેની દવાનું પૂરું ધ્યાન રાખીએ છીએ. તેની બીમારી કંટ્રોલમાં છે. શું તેના લગ્ન કરવા જોઈએ? પરિવારના કેટલાક લોકો કહે છે કે લગ્ન કરવાથી માનસિક બીમારી ઠીક થઈ જાય છે? આ વાત ક્યાં સુધી સાચી છે?
એક મહિલા (સુરત)

* સ્કીજોફ્રેનિયા ગંભીર બીમારી છે. તમારે ખુશ થવું જોઈએ કે ભલે દવાથી, તમારી દીકરીનું માનસિક સ્વાસ્થ્ય આ અનુકૂળ સ્થિતિમાં છે કે તે શિક્ષિકાની જવાબદારી નિભાવી રહી છે અને પગભર છે. તેનું માનસિક સંતુલન આ રીતે સંતુલિત બની રહે તે તમામ પરિવારજનો માટે તેનાથી વધારે ખુશીની કોઈ વાત ન હોઈ શકે. આ સંભાવના પ્રત્યે હંમેશાં સાવધાન રહો કે આ બીમારી કોઈ પણ સમયે દવામાં થોડી ઘણી ઢીલ કરવાથી કે થોડી પણ તાણ થતા અચાનક બગડી શકે છે. આ સ્થિતિમાં દીકરીને પ્રેમ, સમજ, વિવેકની સાથે સંભાળવાની જરૃર છે.

માનસિક બીમારીમાં લોકો એ વાત સમજી નથી શકતા કે દર્દીના નકામા, અટપટા વ્યવહારથી તેના મનમાં માનસિક ઘમસાણ ચાલે છે. જેની પર દર્દીનો કોઈ કંટ્રોલ નથી હોતો. તેનાથી વાત બગડે છે. લોકો વિચારે છે કે દર્દી જાણીજોઈને ખરાબ વ્યવહાર કરે છે, જ્યારે આ વ્યવહાર હકીકતમાં  મનમસ્તિષ્કના અસંતુલનના લીધે ઊપજે છે. ઘરપરિવાર વાળા આ હકીકત સમજી પણ લે, કોઈ નવો પરિવાર આ વાત સમજે તે શક્યતા ન બરાબર છે.

આ વિચારીને લગ્નથી સ્કીજોફ્રેનિયા જેવી ગંભીર બીમારી ઠીક થઈ જશે એ બિલકુલ ખોટું છે. હકીકતમાં, લગ્ન પછી બીમારી પહેલાંથી વધારે ગંભીર થવાની સંપૂર્ણ શંકા રહે છે. તેના પોતાના સ્વાભાવિક કારણ છે. દાંપત્યજીવનમાં પ્રવેશ કરતા વરવધૂ બંનેએ કેટલાય નવા ભાવનાત્મક પડકારનો સામનો કરવો પડે છે, બંનેની સામાજિક જવાબદારી પહેલાની સરખામણીમાં કેટલાય ગણી વધી જાય છે અને બંનેના જીવનમાં નવી તાણ આવી જાય છે.

એટલું જ નહીં, મોટાભાગના કિસ્સામાં સાસરિયાને જ્યારે બીમારી વિશે ખબર પડે છે ત્યારે તેઓ સત્યનો સ્વીકાર નથી કરતા, પરંતુ મોટાભાગના પરિવારનો દ્રષ્ટિકોણ હોય છે કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તે ક્યારે અદાલતમાં પહોંચી જાય કંઈ ખબર નથી. જો તમે લગ્ન પહેલાં સાસરિયાને દીકરીની બીમારીની વાત છુપાવો છો, કાયદેસર ચુકાદો દીકરી વિરુદ્ધ જ આવશે. આ સ્થિતિ કોઈના માટે પણ આનંદદાયક નહીં હોય.

સારું છે કે તમે દીકરીના લગ્નનો ઈરાદો છોડીને તેના ખુશ અને સ્વસ્થ રહેવા માટે શક્ય તેટલા પ્રયત્ન  કરતા રહો. દીકરીના વ્યવહારમાં ગમે તેટલા ઉતારચઢાવ આવે, તમે તેને પૂરેપૂરો સાથ આપો. ઈલાજ પ્રત્યે થોડીક પણ બેદરકારી રાખવાથી બીમારી વધી શકે છે.
 

હું ૧ મહિનાથી જમણી એડી અને તળિયામાં અસહ્ય પીડાથી પરેશાન છું આ પીડા ચાલતી વખતે થાય છે. પગમાં ક્યારેય કોઈ ઈજા નથી થઈ, પરંતુ ચાલવા માટે પગ નીચે મૂકું છું. પીડા થવાનું શરૃ થઈ જાય છે. જણાવો કે હું શું કરું?
એક મહિલા (અમદાવાદ)

* તમારા લક્ષણ પ્લાંટર ફેશિયાઈટિસના છે. આ વિકાર પગના તળિયામાં એડીથી પગની આંગળી સુધી ફેલાયેલા જાડા ઉતકમાં સોજો આવવાથી આવે છે. તે જૂતાચંપલ જેના તળિયા બરાબર ન હોય, તે પહેરવા, લાંબો સમય ઊભા રહીને કામ કરવું, શરીરનું વજન વધારે હોવું અને પ્લાટંર ફેશિયાઈટિસ થવાનું જોખમ વધી જાય છે.

પગની કુદરતી આર્ચને મજબૂત બનાવવાની એક્સર્સાઈઝ કરવી, દિવસમાં ૩-૪ વાર ૧૫-૨૦ મિનિટ માટે ઠંડો શેક કરવો, બરાબર જૂતાચંપલ પહેરવા અને વજન ઘટાડવાથી આ સમસ્યામાં રાહત મેળવી શકો છો. જો બીમારી તેનાથી કાબૂમાં ન આવે, તો કોઈ ઓર્થોપેડિક સર્જનને મળવું વાજબી છે. કેટલાક કિસ્સામાં એડી પર સ્ટેરાઈડની રસી મુકાવવાથી પણ આરામ મળે છે, પરંતુ આ રસી કોઈ અનુભવી સર્જન પાસે જ મુકાવો, નહીં તો કોંપ્લિકેશનનો ડર રહે છે.
 

મારી ઉંમર ૪૩ વર્ષ છે. હું નાનકડા કસબામાં રહું છું તાજેતરના દિવસોમાં બીમાર થતા જ્યારે ડોક્ટરે મારું ઈસીજી કર્યું ત્યારે તેમાં તેમને રાઈટ બંડલ બ્રાંચ બ્લોક થવાના લક્ષણ મળ્યા. ડોક્ટર કહેતા હતા કે મારા તાવ સાથે આ લક્ષણનો કોઈ સંબંધ નથી અને અસામાન્ય મળવાથી હું સંકોચિત નથી, પણ જ્યારથી આ જાણકારી મળી ત્યારથી હું મનોમન પરેશાન છું. સમજાતું નથી કે શું કરું. કૃપા કરીને મને માર્ગદર્શન આપો?
એક મહિલા (મુંબઈ)

* તમે કોઈ યોગ્ય કાર્ડિયોલોજિસ્ટને મળીને બરાબર તપાસ કરાવી શકો છો. આપણા હૃદયના સૂરતાલ ધબકવામાં હૃદય પેશીઓમાં વસેલા નેચરલ ઈલેક્ટ્રિક કંડક્શન સિસ્ટમનો મોટો ફાળો છે. આ સિસ્ટમમાં સમયસર ઊઠતા વિદ્યુત તરંગના લીધે હૃદયના અલગઅલગ ભાગ સમયસર ફેલાય-ખેંચાય છે.

હૃદયના જમણા ભાગમાં રાઈટ બંડલ અને ડાબા ભાગમાં લેફ્ટ બંડલના તાર બિછાવેલા હોય છે, જેથી વિદ્યુત સિગ્નલ મેળવીને હૃદયનું જમણું નિમ્ન ચેમ્બર અને ડાબું નિમ્ન ચેમ્બર ક્રમસર કામ કરે છે, પરંતુ કેટલાક લોકોમાં જન્મથી કે પછી કેટલીક ખાસ પ્રકારની બીમારી થવાથી આ રાઈટ બંડલ બરાબર કામ નથી કરતા. તેમાં ઊઠેલા વિદ્યુત સિગ્નલ વચ્ચે જ તૂટી જાય છે.

તેને જ રાઈટ બંડલ બ્રાંચ બ્લોક કહેવાય છે. આ સ્થિતિમાં ડાબા નિમ્ન ચેમ્બરમાં પ્રેરિત વિદ્યુત સિગ્નલ જ જમણી બાજુ જઈને જમણા નિમ્ન ચેમ્બરને હરકતમાં લાવે છે.

જો આ વિકાર જન્મથી છે, તો તેનાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી થતી. સર્વેમાં જોવા મળ્યું છે કે સ્વાસ્થ લોકોમાંથી ૧.૫ થી ૨ ટકામાં જન્મમાં રાઈટ બંડલ બ્રાંચ બ્લોક હોય છે. ઈસીજીથી જ તે ખબર પડે છે.

- નયના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments