Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિટનેસ - મુકુંદ મહેતા

માનવ જાતના મહાશત્રુ કેન્સર વિષે વિગતવાર માહિતી

વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્ષ ૨૦૧૨ના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ૧૪ લાખ જેટલા કેન્સરના નવા કેસ થાય છે અને તેમાંના ૮ લાખ જેટલા મૃત્યુ પામે છે

થોડાજ વર્ષો પહેલાં ખબર પડે કે કોઈને કેન્સર થયું છે તો એમ જ માનવામાં આવતું હતું કે હવે આ દર્દી થોડા જ સમયમાં ભગવાન પાસે પહોંચી જવાનો. એક પ્રચલિત વાક્ય પણ સાંભળવા મળતું કે, 'કેન્સર એટલે કેન્સલ.'

આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. દુનિયાભરના વૈજ્ઞાાનિકો અને સંશોધકોએ વર્ષોની મહેનત પછી અપવાદ બાદ કરતા મોટા ભાગના કેન્સર મટાડવા માટે ઉપાયો શોધી કાઢ્યા છે. એ વાત કરતા પહેલા કેન્સરની વાત કરીએ.

કેન્સર એટલે શું ?

કેન્સર એક ખાસ પ્રકારનો રોગ છે જેમાં તમારા શરીરના કોઈ પણ અંગના કોષ ઓચિંતા બદલાઈ જઈને ખૂબ પ્રમાણમાં વધવા માંડે આ કોષને 'કેન્સર' સેલ્સ, મેલીગ્નન્ટ સેલ્સ અથવા ટયુમર સેલ્સ કહે છે. જે તે અંગ હોય તેની ઉપર આ વધી ગયેલા કોષ ઉપસી આવીને ગાંઠ (ટયુમર) બનાવે. આ ટયુમર વધે તે વખતે પાચન સંસ્થાન (ડાયજેસ્ટીવ સિસ્ટમ), જ્ઞાાનતંતુ (નર્વસ)ની અને લોહીના પરિભ્રમણની (સર્ક્યુલેટરી) સિસ્ટમના, એમ માનોને કે આખા શરીરના સંચાલનની બધી જ સિસ્ટીમના કાર્યોમાં ગરબડ ઊભી કરે એટલું જ નહિ પણ એવા હોર્મોન ઉત્પન્ન કરે જેથી આખા શરીરના કાર્યોમાં વિક્ષેપ પડે.

આવા ટયુમરના કોષ જો થોડાક જ વિભાજિત થાય અને થોડાક જ વધે પણ લોહીના લોહી થવા લીમ્ફ દ્વારા શરીરમાં ફેલાય નહીં તો તે ગાંઠ (ટયુમર) સાદી (બિનાઇન) કહેવાય. આનાથી ઊલટું જો આવા કોષ વિભાજિત થાય અને ખૂબ પ્રમાણમાં વધે અને નવી લોહીની નળીઓ (બ્લડ વેસલ્સ) બનાવે અને લોહી લીમ્ફ મારફતે ફેલાય અને જ્યાં જ્યાં પહોંચ્યા હોય ત્યાં પણ વધે અને ત્યાંના બધા જ તંદુરસ્ત ટીસ્યુનો નાશ કરે જેને 'ઇન્વેઝન' કહેવાય. આવા કોષ એકમાંથી બે અને બેમાંથી ચાર થાય (ડિવિઝન) અને પોતાના પોષણ માટે નવી લોહીની નળીઓ બનાવે આ આખી ક્રિયા 'એન્જીઓજીનેસિસ' કહેવાય.

જ્યારે કોઈ અંગમાં થયેલી ગાંઠ (ટયુમર)ના કોષ શરીરના બીજા ભાગમાં પહોંચે અને ત્યાં પણ વધે અને આજુબાજુના તંદુરસ્ત ટીસ્યુઓનો નાશ કરે ત્યારે આખી ક્રિયાને 'મેટાસ્ટેસિસ' કહેવાય. આ ગંભીર પરિસ્થિતિ કહેવાય જેની સારવારમાં ઘણી મુશ્કેલી પડે. અપવાદરૃપે ફક્ત લોહીનું કેન્સર (બ્લડ કેન્સર) છે જેને 'લ્યુકેમિયા' કહેવાય જેમાં લોહીમાં રહેલા સફેદ કણ (લ્યુકોસઇટ્સ)ની સંખ્યા ખૂબ વધી જાય.

અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા પ્રમાણે હાર્ટ એટેક પછી કેન્સર એ મૃત્યુ થવાનું બીજું કારણ ગણાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્ષ ૨૦૧૨ના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ૧૪ લાખ જેટલા કેન્સરના નવા કેસ થાય છે અને તેમાંના ૮ લાખ જેટલા મૃત્યુ પામે છે. સંશોધકોએ લગભગ ૨૦૦ જાતના કેન્સર સંશોધકોએ શોધી કાઢ્યા છે અને તેમના નામ કયા અંગના કોષને કારણે થયા છે તે પ્રમાણે નક્કી કર્યા છે. મુખ્યત્વે નીચે પ્રમાણેના કેન્સર થઈ શકે છે.

૧ ગુદા (એનલ)નું કેન્સર, ૨. મૂત્રાશય (બ્લેડર)નું કેન્સર, ૩. હાડકાં (બોન)નું કેન્સર, ૪. ગર્ભાશયના મુખ (સરવીક્સ)નું કેન્સર, ૫. મોટા આંતરડા (કોલોન)નું કેન્સર, ૬. મોટા આંતરડા અને ગુદા જોડાય તેનું (કોલેરેક્ટલ) કેન્સર ૭. ગર્ભાશયની અંદરની સપાટી (એન્ડ્રોમેટ્રીયમ)નું કેન્સર, ૮. કિડનીનું કેન્સર, ૯. લિવરનું કેન્સર, ૧૦. બીજાશય (ઓવરી)નું કેન્સર, ૧૧. પેન્ક્રીઆસનું કેન્સર, ૧૨. પ્રોટેસ્ટનું કેન્સર, ૧૩. હોજરી (સ્ટમક)નું કેન્સર, ૧૪. વૃષણ (ટેસ્ટીસ)નું કેન્સર, ૧૫. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર, ૧૬ સ્ત્રીના ગુપ્તાંગ (વેજાઇનલ)ના કેન્સર ઉપર જણાવેલા કેન્સરમાંથી પુરુષોમાંથી સ્ત્રીઓ અને બાળકોમાં બહુ જ સામાન્ય (કોમન) કેન્સર આ પ્રમાણે ગણાય છે.

પુરુષોમાં મુખ્યત્વે ફેફસા, પ્રોસ્ટેટ, કોલોન (આંતરડા), સ્ટમક (હોજરી), લિવર અને ગુદા (રેક્ટમ)ના કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. સ્ત્રીઓમાં મુખ્યત્વે સ્તન, કોલોન, (આંતરડા), રેકટમ (ગુદા), ફેફસા, હોજરી, (સ્ટમક) અને સર્વિક્સ (ગર્ભાશયનું મુખ)ના કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. જ્યારે બાળકોમાં લ્યુકેમિયા (લોહીનુ કેન્સર), બ્રેઇન ટયુમર અને લિમ્ફોમાં થવાની શક્યતા વધારે હોય છે.

વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે કોને, ક્યારે કઈ જાતનું કેન્સર થશે એ કહેવું બહું મુશ્કેલીભર્યું છે આમ છતાં તેઓએ નીચેના 'રિસ્ક ફેક્ટર્સ' ગણાવ્યા છે.

કેન્સર થવાની શક્યતા (રિસ્ક ફેક્ટર્સ) :

૧. લાઇફ સ્ટાઇલના કારણો, ૨. વાતાવરણના કારણો, ૩. વારસાગત કારણો.

૧. લાઇફ સ્ટાઇલના કારણો :

એ. કસરત કે શ્રમનો અભાવ, બી. સિગારેટ પીવાની ટેવ, સી. દારૃ પીવાની ટેવ, ડી. માનસિક તનાવ, ઇ. વધારે વજન, એફ. સ્ત્રીઓમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી (એચ.આર.ટી.)ની સારવાર.

૨. વાતાવરણના કારણો :

એ. વાતાવરણમાં રહેલા અનેક જાતના રાસાયણિક પદાર્થો (કેમિકલ ફેક્ટરીના પદાર્થો), કોલસા અને પત્થરની ખાણની રજ, વાહનોના એક્ઝોસ્ટના વાયુઓ, કચરો અને લાકડા અને સૂકા પાદડા બાળવાથી થતો ધુમાડો, એક્સ રે રેડીએશન.

૩. સૂક્ષ્મ જીવાણુઓ (પેથોજન્સ) :

હવામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટેરિયા, ફન્ગસ અને ખાસ કરીને જુદા જુદા પ્રકારના વાઇરસ એચ.પી.વી., ઇ.બી.વી. હિપેટાઇટીસ વાઇરસ, હર્પિસ વાઇરસ, પોલીઓ વાઇરસ, હેલિકોબેક્ટર વગેરેને પણ કેન્સર થવા માટે ગણાવેલા છે.

૩. વારસાગત કારણો :

માતા, પિતા, દાદા, દાદી તરફથી જીન્સની ખામીને કારણે થાય કોઈક વાર એવું બને કે શરીરના તંદુરસ્ત કોષ વારસાગત કારણોને લીધે નુકસાન થયેલા 'જીન્સ'ને સરખા (રીપેર) કરી દે અને કેન્સર થવાની ક્રિયાને અટકાવી પણ દે પણ જો વધારે નુકસાન થયું હોય તો સરખા કરવાની ક્રિયા (રીપેરીંગ)ના કરી શકે તો જેને સેલ ડેથ અથવા 'એપોપ્ટોસિસ' થાય અને નુકસાન થયેલા કોષ વધે જેને ફેલાય જે તે અંગનું કેન્સર કરે.

૪. ખોરાકના કારણે :

ખૂબ તળેલા તીખા ખાસ કરીને નોન વેજિટેરિયન ખોરાક, બિફ, લેંબ અને પોર્ક ખાનારાને પણ કેન્સર થવાની શક્યતા છે એવી વધારાની શોધ વૈજ્ઞાાનિકોએ જણાવેલ છે.

ટૂંકમાં માનવી કેન્સર ઉત્પન્ન કરનાર તત્ત્વોના સંપર્કમાં જેટલો વધારે આવે તેટલી તેની કેન્સર થવાની શક્યતા ગણાય.

(ક્રમશ:)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

  

Post Comments