Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટીંટોઈ ગામે ધાડના ગુનાના વધુ બે આરોપીને જેલ હવાલે કરાયા

- બે આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ચાર  દિવસના રીમાન્ડ મંજૂર કરાયા : બે આરોપીને ઝડપવા કવાયત

મોડાસા,તા.૦૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ચોકીદારને માર મારી બે બંધ મકાનો ના તાળા નકૂચા તોડી કરાયેલી લાખ્ખો રૃપિયાની મત્તાની ચોરી પ્રકરણે પોલીસે ધાડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ચકચારી ધાડ પ્રકરણે ગામના જ બે યુવકો સામેલ હોવાનું પોલીસે ઝડપેલા બે આરોપીઓ કબૂલાત બાદ એલસીબી પોલીસે છાપો મારી ટીંટોઈ ગામના બે આરોપીઓને ઝડપ્યા હતા.જયારે બે આરોપીને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

તાલુકાના ટીંટોઈ ગામે ૨૦ દિવસ અગાઉ વાવ ફળીયામાં ઉતરી આવેલ તસ્કર ટોળકીએ બે  સગાભાઈઓના બંધ મકાનોના તાળા તોડી ઘરોમાં પ્રવેશી રોકડ સહિત લાખ્ખો રૃપિયાની મત્તા ચોરી લીધી હતી.આ મકાનોની સુરક્ષા માટે રાખવામાં આવેલ ચોકીદારને પણ આ તસ્કર ટોળી એ માર મારતાં મોડાસા રૃરલ પોલીસે ધાડ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શામળાજી ચાર રસ્તા નજીક આવેલ સર્વોદય આશ્રમ પાસેથી લકઝરી કારમાં પસાર થતાં બે પરપ્રાંતીય લૂંટારૃઓ ને જીવતા કારતૂસ સહિત પિસ્તોલ પાસે ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે ઝડપી પાડેલ કુખ્યાત ગેંગના સૂત્રધાર અને સાગરીતને શામળાજી પોલીસના હવાલે કરાયા હતા.

 ટીંટોઈ માં ધાડ નો ગુનો આચર્યો હોવાની કબૂલાત કરનાર આ આરોપીઓએ આ ચકચારી ધાડના ગુનામાં ગામના બે યુવકો પણ સામેલ હોવાનું અને આ બે બંધ મકાનો બતાવા જોડે આવ્યા હોવાનું જણાવતાંજ પોલીસે છાપો મારી ટીંટોઈ ગામના અલ્પેશ સવજીભાઈ પટેલ અને વિપુલ ધુળાભાઈ મોઢપટેલ ને ઝડપી મોડાસા રૃરલ પોલીસને હવાલે કરી દીધા હતા.

ટીંટોઈ ગામની ધાડના ગુનામાં ગામના જ બે યુવકો સામેલ હોવાનું ખુલતાં પંથકમાં ચકચાર મચી હતી. જયારે આ બંને આરોપીઓના ૩ દિવસના રીમાન્ડ બાદ સબજેલ હવાલે કરી દેવાયા હોવાનું રૃરલ પોસઈ પી.આર.જાડેજા એ જણાવ્યું હતું.આ ધાડમાં ગુનાના અન્ય બે વોન્ટેડ આરોપી જગદીશ જયંતીલાલ અસારી રહે.ભિલોડા અને વિજય ઉર્ફે ચંદન રામસુર પાસવાન મૂળ.રહે.મંચગાના,નદયા(ઝારખંડ) હાલ રહે.ઉદેપુરના ઓને ઝડપી લેવા જિલ્લા એલસીબી,મોડાસા રૃરલ અને શામળાજી પોલીસની ત્રણ ટીમો કાર્યરત કરી દેવાઈ હતી.

Post Comments