Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હમીરગઢ પાટીયા પાસેથી રૃા.૧૭.૩૬ લાખનો દારૃ પકડાયો

- - પોલીસે ચાર જણા વિરૃધ્ધ ગુનો નોંધી દારૃ, ટ્રક સાથે ૨૨.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

હિંમતનગર, ૩ જાન્યુઆરી 2018 બુધવાર

હિંમતનગર-શામળાજી રોડ પર આવેલા હમીરગઢ પાટીયા પાસેથી ગાંભોઈ પોલીસે બાતમીને આધારે અંદાજે રૃા.૧૭.૩૬ લાખના વિદેશી દારૃના જથ્થા સાથે વાહનને પકડી લઈ ચાર જણા વિરૃધ્ધ એલસીબીએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.

આ અંગે એલસીબી તથા ગાંભોઈ પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે વહેલી સવારે રાજસ્થાન તરફથી એક વાહનમાં વિદેશી દારૃનો મોટો જથ્થો અમદાવાદ તરફ લઈ જવાઈ રહયો છે. જે આધારે ગાંભોઈ પોલીસે હમીરગઢ પાટીયા પાસેથી પસાર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

દરમ્યાન ટ્રક  શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી ટ્રકમાં ચેકીંગ કરવામાં આવતા તેમાંથી પાસ પરમીટ વિનાની અંદાજે રૃા.૧૭,૩૬,૬૦૦ ની કિંમતની ૩૯૧ પેટી તથા અન્ય છુટી ૧૪૦ બોટલ મળી ૧૧૦૬૦ વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. જે અંગે ટ્રકમાં જઈ રહેલા ગેબીલાલ દોલાજી ડાંગી, પ્રકાશ ગમેરાજી ગાંગી, ચીરાગભાઈ પંચોલી અને સુનીલ મોતીલાલ દરજીની પુછપરછ કરવામાં આવતા તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી એલસીબીએ રૃા.૧૭.૩૬ લાખનો વિદેશી દારૃ તથા રૃા.૫ લાખની ટ્રક મળી અંદાજે રૃા.૨૨.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

જોકે પોલીસને જોઈને પ્રકાશ ગાંગી, ચીરાગ પંચોલી અને સુનીલ દરજી નજર ચુકવીને ભાગી ગયા હતા. ત્યારબાદ એલસીબીના પીઆઈ એમવી પટેલે તરતજ ચારેય જણા વિરૃધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Post Comments