Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરવલ્લી જિલ્લાના ૮૩૯ પ્રા.શાળાના શિક્ષકોને નોટિસ ફટકારાઈ

- મુલાકાત, અવલોકન પત્રકોમાં ઓનલાઇન નોંધમાં ક્ષતિઓ : ૨૨૨ શાળાઓમાં પુસ્તકાલયના સાહિત્ય પુસ્તકો બાળકોને વાંચવા અપાતા જ નથી

મોડાસા,તા.૦૩ જાન્યુઆરી 2018 બુધવાર

કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રાથમિક શાળાઓ અને વર્ગખંડોની મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવે છે. જવાબદાર અધિકારીઓ દ્વારા શાળા મુલાકાત દરમિયાન શાળા મુલાકાત પત્રક અને વર્ગખંડ અવલોકન પત્રકમાં કરાતી ઓન લાઈન નોંધ દરમિયાન સુધારાત્મક બાબતો અંગે ક્ષતી જણાતાં અરવલ્લી જિલ્લાની ૮૩૯ શાળા-શિક્ષકોને નોટીસ ફટકારી સુધારાત્મક પગલાં ભરવા તાકીદ કરી છે. જયારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ જરૃરી સુધારાત્મક પગલાં ભરવા તાકીદ કરી હતી.

સર્વ શિક્ષા અધિયાન પ્રોજેકટ હેઠળ જિલ્લાની ૧૨૪૫ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા મદદનીશ કો.ઓર્ડીનેટર ટીટી,જિલ્લા પેડગોજી ઓર્ડીનેટર તેમજ બીઆરસી,સીઆરસી અને બીઆરપી દ્વારા નિયમબધ્ધ રીતે શાળા અને વર્ગખંડોનું અવલોકન માસવાર કરવામાં આવતું હોય છે.આ અવલોકન કાર્યવાહી બાદ જે શાળાઓની મુલાકાત કરાઈ હોય તેવી શાળા અને વર્ગખંડનું અવલોકન કામગીરી ની નિયત ફોર્મમાં ઓન લાઈન એન્ટ્રી કરવામાં આવે છે.જિલ્લામાં ઓગસ્ટ ૨૦૧૭ દરમ્યાન કરાયેલ ઓનલાઈન એન્ટ્રીના આધારે શાળા ઓમાં જોવા મળેલ સુધારાત્મક બાબતો અંગે જણાઈ આવેલ ત્રુટીઓ અન્વયે કસૂરવાર ૮૩૯ પ્રાથમિક શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટીસ પાઠવી યોગ્ય્ પગલા ભરવા તાકીદ કરાતાં શિક્ષકોમાં ફફડાટ ફેલાયો હતો.

જવાબદાર અધિકારી ઓ દ્વારા કરાયેલ શાળા મુલાકાત બાદ શાળા અવલોકન પત્રક,વર્ગખંડ અવલોકન પત્રક અને પ્રજ્ઞાા વર્ગખંડ અવલોકન પત્રકમાં જણાઈ આવેલ ક્ષતી રીપોર્ટ હેઠળ હાથ ધરાયેલ કાર્યવાહીમાં સ્કુલ બેઝડ ક્રોમ્પ્રી હેન્સીવ ઈવોલ્યુશન (SCE) પત્રક Aમાં મૂલ્યાંકનની નોંધ નહી કરનાર ૩૨૯ શાળા- શિક્ષકો, શાાળમાં ઉપલબ્ધ પુસ્તકાલયના પુસ્તકો બાળકોને વાંચવા ન આપનાર ૨૨૨ શાળા-શિક્ષકોને નોટીસ પાઠવી યોગ્ય સુધારાત્મક પગલા ભરવા તાકીદ કરાઈ છે.જયારે જિલ્લાની ૬૬ પ્રા.શાળાઓમાં NCERT માન્ય ગણિત-વિજ્ઞાાનકીટનો ઉપયોગ થતો ન હોવાનું અવલોકન દરમ્યાન જણાઈ આવ્યું હતું. બાળકોની સ્વ અધ્યયન પોથી કામગીરી યોગ્ય ન જણાતાં ૧૧ શિક્ષકોને તેમજ બાળકોની પ્રગતિ માપન રજીસ્ટરમાં અદ્યતન નોંધ નહી દર્શાવનાર ૨૧ શિક્ષકો કે શાળાઓને કસૂરવાર ઠેરવાઈ હતી.જિલ્લાની ૨૫ શાળાના શિક્ષકો દ્વારા બાળકોના લેખનની ચકાસણી નહી કરાતાં અને ઠરાવેલ નિયમો મુજબનું જરૃરી મૂલ્યાંકન કે અવલોકન નહી કરનાર જિલ્લાના ૫૬૫૨ પૈકી ૮૩૯ થી વધુ શિક્ષકોને નોટીસ આપી સુધારાત્મક પગલા ભરવા તાકીદ કરાઈ હતી.

ક્ષતી જણાતાં સુધારાત્મક પગલા ભરવા તાકીદ કરાઈ છે : ડીપીઈઓ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા.એ.કે.મોઢપટેલ ને આ નોટીસ પ્રકરણે પુછતાં અધિકારીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ-૨૦૧૭ ની ઓન લાઈન વિગતો ની એન્ટ્રીઓ માં જણાઈ આવેલ ક્ષતીઓ નીવારવા જિલ્લાની શાળા-શિક્ષકોને નોટીસ અપાઈ છે.

૧૨ શાળાઓમાં મેનુ મુજબ મધ્યાહન ભોજન અપાતું નથી
જિલ્લાની ૧૨ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ઠરાવેલ મેનુ પ્રમાણે ભોજન અપાતું ન હોવાના રીપોર્ટ બાદ જિલ્લા મધ્યાહન ભોજન યોજના કચેરી દ્વારા આવી કસૂરવાર શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

Post Comments