Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિયાન સ્કૂલના સીસીટીવીમાં હત્યારો પ્રદ્યુમનને ઘટના સ્થળે લઇ જતો ઝડપાયો

- સિનિયર વિદ્યાર્થીએ જ પ્રદ્યુમનની હત્યા કર્યાનો વધુ એક પુરાવો

- ટોઇલેટમાં પ્રદ્યુમનને હત્યા કરવા લઇ ગયો બાદમાં એકલો બહાર આવતો કેમેરામાં કેદ

હત્યારા યુવકને પોતાના ગુનાનો કોઇ જ અફસોસ નથી, લોકો આશ્ચર્યમાં
ગુડગાંવ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગુડગાંવની રીયાન સ્કૂલમાં  વિદ્યાર્થી પ્રદ્યુમન હત્યા કેસમાં ચોંકાવનારા ઘુલાસા સામે આવ્યા છે. અગાઉ પોલીસે દાવા કર્યા હતા કે હત્યા સ્કૂલના બસ કન્ડક્ટરે કરી છે. જોકે સીબીઆઇ તપાસમાં ખુલાસો થયો છે કે આ હત્યા સ્કૂલના જ અન્ય એક સિનિયર વિદ્યાર્થી દ્વારા કરાઇ છે. આ અંગેના કેટલાક પુરાવા પણ સીબીઆઇએ જાહેર કર્યા હતા. જેમા સ્કૂલના સીસીટીવી કેમેરાનો પણ સમાવેશ થાય છે.

સ્કૂલના સીસીટીવી કેમેરા પરથી સ્પષ્ટ થાય છે કે ધોરણ ૧૧માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પ્રદ્યુમનની સાથે સ્કૂલના ટોઇલેટમાં જતો જોવા મળે છે. આ સીસીટીવી કેમેરાથી સ્પષ્ટ થાય છે કે હત્યા થઇ તે પહેલા આરોપી વિદ્યાર્થી ટોઇલેટમાં પ્રદ્યુમન સાથે ગયો, બાદમાં તે એકલો જ બહાર આવ્યો. તેણે ટોઇલેટમાં પ્રદ્યુમનની હત્યા કરી નાખી હતી. તે બાદ તે બહાર આવ્યો હતો.

આ સીસીટીવી ફૂટેજમાં બસનો કન્ડક્ટર પણ ટોઇલેટમાં જતો જોવા મળે છે. જોકે તે પ્રદ્યુમન ટોઇલેટમાં ગયો તે પહેલા ગયો હતો અને બાદમાં બહાર પણ આવી ગયો હતો. તેથી પોલીસે ઉતાવળમાં જ બસ કન્ડક્ટરની વિરૃદ્ધ આ પગલા લીધા હતા. બીજી તરફ હત્યારા વિદ્યાર્થીને હજુ પણ તેણે જે કર્યું તેનો અફસોસ નથી. નવાઇની વાત તો એ છે કે તેણે હત્યા કરી તેને આટલો સમય વિત્યો છતા તેણે કોઇને પણ આ હત્યા વિશે વાત ન કરી, તે નીયમીત સ્કૂલે પણ આવતો હતો. આમ તેના આ વ્યવહારથી સૌ કોઇ સ્તબ્ધ છે.

પોલીસે મને ખોટી રીતે ફસાવી હેરાન કર્યો, કેસ કરીશ : બસ કન્ડક્ટર
રીયાન સ્કૂલના કન્ડક્ટરે હવે પોલીસ સામે આકરા પગલા લેવાની માગણી કરી છે. અશોક કુમાર નામના બસ કન્ડક્ટરની પોલીસે અગાઉ પ્રદ્યુમન હત્યા કેસમાં ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તેણે જ આ હત્યાને અંજામ આપ્યો હતો. જોકે બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ હત્યા ખરેખર ધોરણ ૧૧ના એક વિદ્યાર્થીએ કરી છે. તેથી પોલીસની તપાસ શંકાના દાયરામાં છે. આ સ્થિતિ વચ્ચે કન્ડક્ટરે પોલીસ વિરૃદ્ધ ફરીયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Post Comments