Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાઉડ સ્પીકરની 'અઝાન' સામે ઝુંબેશ ચલાવતા મુંબઈના મુસ્લિમ વડીલ મોહમ્મદ અલી

કોર્ટમાં લડત આપીને મોહમ્મદ અલી ઉર્ફે બાબુભાઈએ અત્યાર સુધીમાં 7 લાઉડસ્પીકર હટાવ્યા

લાઉડ સ્પીકરમાં 'અઝાન' એ ગેરઈસ્લામિક ક્રિયા હોવાનો 66 વર્ષીય મોહમ્મદ અલીનો મત

મુંબઈ, તા. 21

ધર્મસ્થળો ઉપર લાઉડ સ્પીકર વગાડવા જોઈએ કે નહીં? એવી ચર્ચા દેશભરમાં થઈ રહી છે ત્યારે એવા એક મુસ્લિમ વડીલનું કામ ફરીથી પ્રકાશમાં આવ્યું છે, જેમણે લાઉડ સ્પીકરની મદદથી થતી અઝાન સામે ઝુંબેશ ચલાવી છે. એટલું જ નહીં,  7 મસ્જિદ ઉપર તેમણે લાઉડ સ્પીકર બંધ કરાવ્યા છે.

મુંબઈ મોહમ્મદ અલી નામના એક વડીલ લાઉડ સ્પીકરમાં થતી અઝાનનો તર્કસંગત વિરોધ કરતા કહે છે કે જ્યારે લાઉડ સ્પીકરનો ઈસ્લામ માટે ઉપયોગ કરવો પડે એ વાત જ ગેરઈસ્લામિક છે. લાઉડ સ્પીકર તો 100-150 વર્ષથી આવ્યા છે, પણ ઈસ્લામ તો સદીઓથી ચાલે છે. તેમના મતે મુસ્લિમ મઝહબ આવા લાઉડ સ્પીકરનો મોહતાજ નથી.

બાબુભાઈના હૂલામણા નામે ઓળખાતા મોહમ્મદ અલી 66 વર્ષના છે અને તેઓ લગભઘ 20 વર્ષથી આ ઝુંબેશ ચલાવે છે. 20 વર્ષમાં તેમણે 7 મસ્જિદોની પોતાની વાત સમજાવીને લાઉડ સ્પીકર બંધ કરાવ્યા છે. એક વખત તો તેમણે પોતાની આ ઝુંબેશ માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. તેમણે એવી દલીલ રજૂ કરી હતી કે કુરાનમાં જે ઈસ્લામની વાત છે, તેમાં ક્યાંય લાઉડ સ્પીકરનો અવકાશ નથી.

બાબુભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કોઈ પણ ધર્મનો ભાગ નથી, અગાઉ પણ ન હતો. લાઉડ સ્પીકર સુવિધામાં વધારો કરે છે એ વાત ખરી છે, પરંતુ જરૃર ન હોય ત્યાં એના વગર થતી અઝાન જ ઈસ્લામિક છે એમ પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું : 'લાઉડ સ્પીકરને ધર્મસ્થળો ઉપરથી હટાવી દેવામાં ધર્મને કોઈ જ ખતરો નથી.  ધર્મ પોતાનામાં જ એક પૂર્ણતા છે. એને બાહ્ય કોઈ જ સાધનોની જરૃર નથી. ધર્મ ક્યારેય પાંગળો ન હોઈ શકે કે તેને આવા બાહ્મ સહારાઓની જરૃર પડે!'

તેમણે પોતાની આ ઝુંબેશ આગળ વધારવા માટે કુરાન ઉપરાંત 64 મૌલવીઓના ફતવાઓ પણ શોધી કાઢ્યા છે. વર્ષો પહેલાં થયેલા વિવિધ ફતવાઓમાં એકથી વધુ મૌલવીઓએ અઝાનને નૈસર્ગિક રીતે જ બોલવી જોઈએ એવો ફતવો બહાર પાડ્યો હતો. અઝાનમાં લાઉડ સ્પીકર ન વગાડવાની એમાં અપીલ કરાઈ હતી.

તેમણે કહ્યું : મારી લડાઈ ધર્મ સામે નહી, ધર્મની સાથે છે. ધર્મના નામે ગેરઈસ્લામિક છે તેને ચલાવવું ન જોઈએ એવો મારો હેતુ છે.

તેમના પ્રયાસોના કારણે મુંબઈના બેહરામ પાડા વગેરે વિસ્તારોમાં સાત મસ્જિદોએ લાઉડ સ્પીકર હટાવી દીધા છે અને નૈસર્ગિક રીતે જ અઝાન બોલાવાનું શરૃ થયું છે.

મુંબઈ હાઈકોર્ટે 2016માં મોહમ્મદ અલી ઉપરાંત સંતોષ પાચલગ અને ડો. બેડેકર - એમ ત્રણ અરજદારોની અરજી ઉપર લાઉડ સ્પીકર મુદ્દે સુનાવણી કરી હતી કે દેશમાં એક પણ ધર્મસ્થળ ઉપર સવારે છ પહેલાં અને રાત્રે 10 પછી લાઉડ સ્પીકર વગાડવા એ કાયદાનો ભંગ છે. બોમ્બે હાઈકોર્ટના જજ ઓક અને જસ્ટિસ સૈયદ અહમદે જે આ નિયમનું પાલન ન કરે તે ધર્મ સ્થળો પાસેથી એક લાખ રૃપિયાનો દંડ અને એ નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને પાંચ વર્ષની સજા થઈ શકે છે.

Post Comments