Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધી પછી ઇડી મની લોન્ડરિંગ અને હવાલા સોદાના 3700 કેસોની તપાસ કરી રહ્યું છે

- કાળું નાણું પકડવા માટે EDની કાર્યવાહી

- કાળાં નાણાં અને ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવા અમે કટિબદ્ધ: ઇડી ડાયરેક્ટર

૩૭૫૮ પૈકી ૩૫૬૭ કેસો ફેમા એક્ટ હેઠળ, જ્યારે ૧૯૧ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

નોટબંધી પછી કાળું નાણું પકડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) મની લોન્ડરિંગ અને હવાલા સોદાના ૩૭૦૦ કેસોની તપાસ કરી રહ્યું છે તેમ એક સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ઇડીએ પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે ૪૩ ટકા નાણાકીય અપરાધો બેંકમાં છેતરપિંડી કરીને અને નકલી કંપનીઓ ઉભી કરીને કરવામાં આવ્યા છે. નોટબંધી પછી નાણાકીય અપરાધ હેઠળ ઇડી જે કેસોની તપાસ કરી રહ્યું છે તેમાં ૩૫ ટકા કેસો ભ્રષ્ટાચારના, ૬.૫ ટકા કેસો ડ્રગ અને નાર્કોટિક્સના વેપારના, ૪.૫ ટકા કેસો શસ્ત્રો અને વિસ્ફોટકોના અને ૮.૫ ટકા અન્ય બાબતો સાથે સંકળાયેલા છે.

ઇડીના ડાયરેક્ટર કર્નલ સિંહે જણાવ્યું હતું કે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારનું દૂષણ દૂર કરવા એજન્સી કટિબદ્ધ છે. અમે અમારા કાર્યમાં વધુ પ્રોફેશનલ વલણ અપનાવવા માગીએ છીએ. એજન્સીએ ગયા વર્ષે આઠ નવેમ્બરથી લઇને ચાલુ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં કુલ ૩૭૫૮ કેસો દાખલ કર્યા છે જેની તપાસ ચાલી રહી છે.

૩૭૫૮ કેસો પૈકી ૩૫૬૭ કેસો ફેમા એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૯૧ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસો સાથે સંકળાયેલ સંપત્તિ અને નાણાકીય વ્યવહારોનું મૂલ્ય ૯૯૩૫ કરોડ રૃપિયા થાય છે. ઇડીએ અત્યાર સુધીમાં ૫૩૩૫ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લઇ લીધી છે.

Post Comments