Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંતે પદ્માવત ચૂપચાપ રિલીઝ થઇ : બંધ શાંતિપૂર્ણ

- દેશનાં ૪૦૦૦ થિયેટરમાં ૧૦ લાખ લોકોએ ફિલ્મ નિહાળી હોવાનો ફિલ્મ નિર્માતા કંપની વાયાકોમનો દાવો

- ફિલ્મમાં કંઇ પણ વાંધાનજક ન હોવાથી અત્યાર સુધી થયેલી હિંસા અયોગ્ય હોવાનો મોટા ભાગના પ્રેક્ષકોનો મત

છત્તીસગઢમાં ફિલ્મનો વિરોધ કરનારા ૧૦૦ની ધરપકડ
ઉ. પ્રદેશના સિતાપુરમાં ફિલ્મ રિલીઝ કરવા બદલ એક મલ્ટીપ્લેક્સના માલિકને મારવામાં આવ્યો
રાજસ્થાનમાં ઉદયપુર અને જયપુર સહિતના શહેરોમાં હિંસક દેખાવો યથાવત
બિહારમાં ફિલ્મના વિરોધમાં રોડ બ્લોક કરાયા, અનેક રેલીઓ

(પીટીઆઇ) નવી દિલ્હી/મુંબઇ, તા. 25 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ભારે સુરક્ષા અને કરણી સેનાએ આપેલા બંધના એલાનની વચ્ચે સંજય લીલા ભંસાલીની ચર્ચાસ્પદ બનેલી 'પદ્માવત' ફિલ્મ સમગ્ર દેશના સિંગલ અને મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં આજે રિલીઝ કરવામાં આવી હતી.  દિપીકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર અભિનિત આ ફિલ્મની રિલીઝ અંગે કરણી સેનાએ અલગ ધમકીઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મના વિરોધમાં દેખાવો કરી રહેલા લોકોએ ગઇકાલે ગુડગાંવમાં શાળાએ જતી બાળકોની બસ પર પથ્થરમારો કર્યો હતો.

આજે થિયેટરમાંથી ફિલ્મ જોઇને બહાર નીકળેલા મોટા ભાગના લોકોએ ફિલ્મના વિરોેધમાં થયેલી હિંસાને વખોડી હતી અને જણાવ્યું હતું કે ફિલ્મમાં કંઇ પણ વાંધાજનક નથી. પદ્માવતના વિરોધમાં થયેલી હિંસા અંગે કેન્દ્રે સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે અને રાજ્ય સરકારોને જરૃર પડે તેમણે રેપિડ એક્શન ફોર્સ(આરએએફ)ના જવાનો તૈનાત કરવા જોઇએ.

ઉત્તર પ્રદેશના સિતાપુરમાં ફિલ્મનો વિરોધ કરી રહેલા કાર્યકરોએ એેક મલ્ટીપ્લેક્સના માલિકને માર્યો હતો. તેમણે થિયેટરના માલિક સંજય અગ્રવાલની કારને  પણ નુકસાન પહોંચાડયું હતું. બિહારમાં પટણા સહિતના વિવિધ શહેરોમાં ફિલ્મના વિરોેધમાં રોડ બ્લોક કરવામાં આવ્યા હતા અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન કોઇ હિંસક ઘટના બની ન હતી. છત્તીસગઢના વિવિધ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરી રહેલા ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ફિલ્મ નિર્માતા કંપની વાયાકોમના જણાવ્યા અનુસાર ૧૫૦ કરોડની આ ફિલ્મ આજે દેશના ૪૦૦૦ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આજે પ્રથમ દિવસે ૧૦ લાખ લોકોએ ફિલ્મ નિહાળી હોવાનો ફિલ્મ નિર્માતા કંપનીએ દાવો કર્યો છે. ઉદયપુરમાં ફિલ્મના વિરોધમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બે ડઝન દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

રાજસ્થાનમાં જયપુર સહિત કેટલાક વિસ્તારોમાં રાજપૂત કરણી સેનાએ બાઇક રેલી યોજી વિરોધ કર્યો હતો. પંજાબમાં કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. ગુડગાંવમાં ગઇકાલની હિંસાને પગલે આજે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે ભારે સુરક્ષા વચ્ચે અહીંના અનેક થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં શાળાઓ ચાલુ રહી હતી પણ ઇન્દોર, ઉજ્જૈન અને ગ્વાલિયરમાં દુકાનો બંધ રહી હતી.


 

પદ્માવત નિહાળવા ચાહકોનો ક્રેઝ ચરમસિમાએ
ફિલ્મ પદ્માવત ફેસબુક પર વાયરલ થઇ, હજારો ગુજરાતીઓએ ફિલ્મ નિહાળી
જાટ કા અડ્ડા,ધ પદ્માવત મુવી નામના ફેક એકાઉન્ટ પરથી ફિલ્મ પદ્માવત થિયેટરમાંથી ૩૦ મિનિટ સુધી લાઇવ કરાઇ

અમદાવાદ, તા. 25 જાન્યુઆરી, 2018, ગુરૂવાર
વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં રિલીઝ થઇ શકી નથી. અન્ય રાજ્યમાં ૪૫૦૦ સ્ક્રિન પર આ ફિલ્મ રિલીઝ થઇ હતી. જોકે,ફિલ્મ પદ્માવત ફેસબુક પર વાયરલ કરવામાં આવી હતી.અન્ય રાજ્યમાંથી ફેક એકાઉન્ટ થકી ફેસબુક પર ફિલ્મ પદ્માવત લાઇવ કરવામાં આવી હતી.
એક તરફ, ગુજરાતમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં ભારતબંધને પગલે ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો હતો જયારે બીજી તરફ,ગુજરાતમાં હજારો ગુજરાતીઓએ ફેસબુકના માધ્યમથી ફિલ્મ પદ્માવત નિહાળી હતી. ફેસબુક પર જાટ કા અડ્ડા અને ધ પદ્માવત મુવી જેવા ફેક એકાઉન્ટ પર ફિલ્મ પદ્માવત થિયેટરમાંથી જ લાઇવ કરવામાં આવી હતી. ફિલ્મ જોનારાંઓનું કહેવુ છેકે, લગભગ ૩૦ મિનિટ સુધી ફિલ્મ લાઇવ કરવામાં આવી હતી. ગુજરાતમાં ય ફિલ્મ પદ્માવત જોવા ચાહકોને ક્રેઝ એટલો ચરમસિમાએ પહોંચ્યો કે,ગણતરીના મિનિટોમાં હજારો લોકો ફેસબુકમાં જોડાઇ ગયાં હતાં. સૂત્રો કહે છેકે, ૩૦ હજારથી પણ વધુ લોકોએ ફેસબુકના માધ્યમથી આ ફિલ્મ જોઇ હતી.
એટલુ જ નહીં,વોટ્સએપ,ફેસબુક પર ફિલ્મ પદ્માવતના રિવ્યુ પણ છવાયા હતાં. ફિલ્મ જોનારાં મત-અભિપ્રાય પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયાં છે. આમ,ફેસબુક થકી પ્રતિબંધિત રાજ્યોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ કરાઇ હતી.


પદ્માવત મુદ્દે સુપ્રીમના આદેશનો અમલ ન કરનારા
ગુજરાત સહિત ચાર રાજ્ય સામેની અવમાનનાની અરજી સુપ્રીમ સોમવારે સાંભળશે
રાજ્યોએ કરણી સેનાના તોફાનોને છૂટ આપી તેવા આક્ષેપ સાથે રાજ્યો પર પગલા લેવા અરજીમાં માંગણી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી, 2018, ગુરૂવાર
પદ્માવતીને રિલીઝ કરવાના સુપ્રીમના આદેશનો ભંગ કરનારા ચાર રાજ્યો અને કરણી સેના સામે થયેલા અવમાનનાની અરજીની સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે.
ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણ હેઠળની બેંચે પદ્માવત ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવ્યો હોવા છતાં કેટલાક રાજ્યોએ તેનો અમલ કર્યો નથી. કોંગ્રેસના નેતા પુનાવાલાએ તેની અરજીમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કરણી સેનાના તોફાનોને ચાલવા ન દીધા તેમણે   સુપ્રીમના આદેશનું અપમાન કર્યું છે.રાજ્યો સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી ઉપરાંત તેમણે રાજ્યોને કરણી સેના દ્વારા થતા તોફાનો ઉપર કાબૂ મેળવવા રાજ્યોને સૂચના આપવા પણ માંગ કરી હતી.એક વકીલ વિનીત ઢાંઢાએ પણ કરણી સેના અને તેના વડા કાલવી, સુરજપાલ વગેરે સામે કોર્ટની અવમાનનાની અરજી કરી હતી.દરમિયાન દિલ્હી હાઇકોર્ટે પદ્માવતને અપાયેલા સેન્ટ્રલ બોર્ડ સર્ટિફિકેટને રદ કરવાની અરજી ઠુકરાવીને અરજી સુપ્રીમમાં કરવા જણાવ્યું હતું.

'પદ્માવત' ફિલ્મ  સામેના આંદોલન  પાછળ ભાજપનો હાથ : અખિલેશ
(પીટીઆઇ) લખનઉ, તા. 25 જાન્યુઆરી, 2018, ગુરૂવાર
દેશમાં ચાલી રહેલા ફિલ્મ પદ્માવત સામેના વિરોધ અંગે સપાના નેતાએ એક મોટું નિવેદન કરી ભાજપ નેતૃત્વ પર આક્ષેપ કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે ફિલ્મની રજૂઆત પહેલાં જ હિંસા માટે ભગવા ટોળકી જવાબદાર છે.' એક તરફ તો તેઓ વિરોધ કરે છે અને બીજી તરફ સ્થિતિ પર નિયંત્રણ કરવાનો દેખાવ કરી રહ્યા છે.
તો આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે લોકલાગણી દુભાય તેવી ફિલ્મો બનાવવી જ ના જોઇએ.'કોઇ ખાસ ધર્મ કે જાતી કે સમુદાયના લોકોની લાગણીઓ દુભાવ અને  ઐતિહસિક તથ્યો પર આધારિત ના હોય તેવી ફિલ્મો બનાવવી જ ના જોઇએ'એમ તેમણે કહ્યું હતું. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી હાલમાં નર્મદા યાત્રા કરી રહ્યા છે.

Post Comments