Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરૃષી હત્યા કેસમાં તલવાર દંપતીને નિર્દોષ છોડવાના આદેશને સીબીઆઇ સુપ્રીમમાં પડકાર્યો

- બહુચર્ચિત કેસમાં તલવાર દંપતીની મુશ્કેલી વધી

- સીબીઆઇએ કરેલી આજીવન કેદની સજાને અલ્લાહાબાદ હાઇકોર્ટે રદ કરી દંપતીને છોડી મૂક્યું હતું

નવી દિલ્હી, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

દેશભરમાં ચર્ચા જગાવનાર દિલ્હીના આરુષિ હેમરાજ હત્યા કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ છોડયા બાદ સીબીઆઇ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમમાં પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, અલ્લાહાબાદ હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટનો ચુકાદો રદ કરીને તલવાર દંપતીને નિર્દોષ છોડયા હતા. તલવાર દંપતીએ ૧૪૧૮ દિવસ જેલમાં વિતાવ્યા હતા.

આરૃષિ અને હેમરાજની હત્યા બદલ તલવાર દંપતીને સીબીઆઇ કોર્ટે આજીવન કેદ કરી હતી. તલવાર દંપતીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અલ્લાહાબાદ હાઇકોર્ટ સ્થિત અને રેકોર્ડને જોયા બાદ તલવાર દંપતી નિર્દોષ હોવાનું જણાવી આજીવન કેદની સજા રદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૮ના મે માસમાં આરૃષીનો મૃતદેહ તેના ઘરમાંથી મળ્યો હતો અને હેમરાજનો મૃતદેહ ાબા પરથી મળ્યો હતો. આ હત્યાથી દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. સીબીઆઇએ આરૃષીની હત્યા તેના માતાપિતાએ કરી હોવાનું તારણ કાઢી કેસ કર્યો હતો.

અત્યંત ચકચારી આ કેસમાં પોલીસે ઓનરકિલીંગની શંકા વ્યક્ત કરી હતી અને તલવાર ડોક્ટર દંપતી પર હત્યાનો આરોપ મૂક્યો હતો. સીબીઆઇને તપાસ સોંપાયા બાદ આ કિસ્સો દેશભરમાં ચર્ચાયો હતો. દરમિયાન તલવાર દંપતીને જામીન મળી ગયા હતા અને સીબીઆઇ એ કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સંકાની વધુ એક સોય મળતા તેમની ફરી ધરપકડ થઈ હતી અને કેસ ચાલી જતાં આજીવન કેદની સજા થઈ હતી.

આજે સીબીઆઇએ અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો.

Post Comments