Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર પ્રદેશના મદરેસાઓમાં ૧૫ ઓગસ્ટની ઉજવણી, વંદે માતરમ્ ફરજીયાત

- ૧૫મી ઓગસ્ટ નજીક આવતા યોગી સરકારનો આદેશ

- તીરંગો ફરકાવી વંદેમાતરમ ગાવાનું રહેશે, સમગ્ર ઉજવણીની ફરજીયાત વીડિયો-ફોટોગ્રાફી કરાશે, પાલન ન કરનારા સામે પગલા લેવાશે

- દેશના મદરેસાઓમાં આ રીતે જ ૧૫મી ઓગસ્ટની ઉજવણી થાય છે : એઆઇએમપીએલબીના સભ્ય રાશીદ

લખનઉ, તા. ૧૧ શુક્રવાર, ઓગસ્ટ 2017
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં જેટલા પણ મદરેસા છે તેમાં આગામી સ્વતંત્રતા દિન ૧૫મી ઓગસ્ટની ઉજવણી ફરજીયાત કરવાનો આદેશ જારી કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રગાન વંદેમાતરમ વગાડવાનું રહેશે અને રાષ્ટ્ર ધ્વજ પણ ફરકાવવાનું કહેવામાં આવ્યું છે. આ સમગ્ર ઉજવણીની મદરેસામાં ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવામાં આવશે અને તેને સરકારને મોકલવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે આજથી અન્ય શૈક્ષણીક સંસ્થાઓની જેમ મદરેસામાં પણ દરેક ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. સાથે રાષ્ટ્ર ધ્વજ પણ ફરકાવવાનો રહેશે.

ચૌધરીએ જણાવ્યું હતું કે મદરેસામાં થતી આ ઉજવણીની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી સરકારને મોકલવાની રહેશે. સારા કાર્યક્રમને પ્રોત્સાહીત કરવા માટે આ ડીજિટલ ટેક્નોલોજી મહત્વની છે. ચૌધરીએ સાથે એમ પણ જણાવ્યું હતું કે મદરેસામાં સ્વતંત્રતા દિનની ઉજવણી થશે તો લોકોમા રાષ્ટ્રભક્તિનું પ્રમાણ વધશે.

સરકારે જણાવ્યું હતું કે ભારતમાં જન્મેલો દરેક વ્યક્તિ હોળી, દિવાળી, ઇદ, લોહરી જેવા તહેવારો પોત પોતાની રીતે ઉજવે છે પણ જ્યારે રાષ્ટ્રીય ઉત્સવની વાત આવે છે ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં તેની ઉજવણી થાય છે. આવી સ્થિતિમાં મદરેસાને આ ઉજવણીથી બાકાત કેમ રાખી શકાય. હાલ ૮૦૦૦ મદરેસા ઉત્તર પ્રદેશમાં છે. જેમાંથી ૫૬૦ મદરેસા જ સંપૂર્ણપણે સરકારના ફંડથી ચાલે છે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મદરેસામાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી થતી રહે છે. આ સ્થિતિ વચ્ચે સરકારે વિશેષ નોટિફિકેશન કેમ જારી કર્યું તેને લઇને સવાલો ઉઠયા છે. ઇસ્લામી શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ ફરંગ મહલના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના રાશીદ ફરંગીએ જણાવ્યું હતું કે આ દેશમાં આઝાદી બાદ દેશના મદરેસાઓમાં સ્વતંત્રતા દિનની ઉજવણી થાય છે, એટલુ જ નહીં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ ગવાય છે. તેમ છતા સરકારે આ આદેશ જારી કર્યા તેનો શું અર્થ સમજવો.

સરકારનો વિરોધ કરનારા પાકિસ્તાન જતા રહે : રુમાના સિદ્દીકી
ભાજપના નેતા રુમાના સિદીકીએ જણાવ્યું હતું કે જે લોકો સરકારનો વિરોધ કરતા હોય તેઓએ પાકિસ્તાન જતુ રહેવું જોઇએ. યોગી આદિત્યનાથની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનુ સ્વાગત કરતા તેઓએ જણાવ્યું હતું કે દરેક લોકો આ ઉજવણી કરે છે. સરકાર દ્વારા લેવાયું પગલુ આવકાર્ય છે અને તેનાથી લોકોમાં રાષ્ટ્રભાવના વધશે. તેમ છતા જો કોઇ સરકારનો વિરોધ કરતું હોય તો તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ.

Post Comments