Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માતરમાં વિધર્મી યુવક કિશોરીને ભગાડી જતાં ચકચાર

- વિશ્વ હિન્દુ પરિષદે માતર પીએસઆઈને આવેદનપત્ર આપી ગુનો દાખલ કરવા માગણી

નડિયાદ, તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

ખેડા જીલ્લામાં દિન પ્રતિ દિન લવજેહાદના કિસ્સાઓ વધતા જાય છે. તાજેતરમાં જીલ્લામાં એક બનાવ બન્યો હતો. જેની સહી હજી સુકાય નથી ત્યારે માતરમાં અન્ય એક બનાવ સામે આવતા હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ ભભૂક્યો છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદે માતર પીએસઆઈને આવેદનપત્ર આપી આરોપી વિરૃધ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી છે.

બૃહદ ખેડા જીલ્લામાં લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં જીલ્લામાં એક બનેલા બનાવની સહી સુકાઈ નથી ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. માતરમાં રહેતા એક વિધર્મી યુવકે વણજારા સમાજની હિન્દુ ૧૭ વર્ષીય કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. 

અંગે તેણીના પિતાને માલુમ પડતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તો બીજી તરફ આ અંગે હિન્દુ સંગઠનો જાગૃત બનતા આ પુરેપુરો મામલો માતર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદે લેખીતમાં આવેદનપત્ર પીએસઆઈને આપી આરોપી વિરૃધ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી છે.

રે વારંવાર બનતા આવા બનાવોને કારણે જીલ્લામાં ઉગ્ર રોષ ભભૂક્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આ ક્રૃત્ય આચરનાર વિધર્મી યુવક માતરમાં રહેતો નવષાદ ઉર્ફે શાહરૃખ  છે. તેના વિરૃધ્ધ જલ્દીથી જલ્દી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ હિન્દુ સંગઠનોએ કરી છે.


રે આ અંગે હિન્દુ સંગઠનોએ રાત્રે ૯ વાગ્યે શહેરના સ્વામિનારાયણ મંદિર પાસે એક જાહેર સભા પણ બોલાવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.આ ક્રૃત્ય આચરનાર યુવકની વહેલી તકે ધરપકડ થાય તે હેતુ થી આ સભા  બોલાવી હોવાનું બહાર આવ્યું છે.
 

Post Comments