Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ભારતીય માલિકીના 'સેવન ઇલેવન' સ્ટોર્સ પર દરોડા

- ગેરકાયદે રહેતા વિદેશીઓને પકડવા ટ્રમ્પનું અભિયાન : ૨૧ની ધરપકડ

- અમેરિકામાં સેવન-ઇલેવનના ૮૬૦૦થી પણ વધુ સ્ટોર્સ જેમાંથી ૧૦૦ જેટલા સ્ટોર પર દરોડા બાદ સઘન કાર્યવાહી

ટ્રમ્પના આદેશ પછી ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓને પકડવાની પ્રક્રિયા ઝડપી બની
ધરપકડ કરાયેલાઓને હવે દેશનિકાલ કરાશે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ  ભારતીયોની માલિકીના ૧૦૦ જેટલા 'સેવન-ઇલેવન' સ્ટોર્સમાં દરોડા પાડયા હતાં. અધિકારીઓએ આ દરોડા દરમિયાન ૨૧થી વધુ  લોકોની ધરપકડ કરી હતી.  ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ)ના અધિકારીઓએ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ સહિત ૧૮ રાજ્યોમાં દરોડા પાડીને ૨૧ લોકોની ધરપકડ કરી હતી.

અમેરિકામાં મોટા ભાગના સેવન-ઇલેવન સ્ટોર્સની માલિકી ભારતીય મૂળના અમેરિકનોની છે. આઇસીઇના ડેપ્યુટી ડાયરેક્ટર અને વરિષ્ઠ અધિકારી થોમસ ડી હોમને જણાવ્યું છે કે આજની કાર્યવાહી ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા લોકોને નોકરી પર રાખનારી કંપનીઓ માટે ચેતવણીરૃપ છે.

તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે વસતા લોકોને જો નોકરી પર જ રાખવામાં ન આવે તો આ સમસ્યા દૂર થઇ શકે છે. જો કે આઇસીઇ દ્વારા આ કાર્યવાહી અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. ધરપકડ કરાયેલા ૨૧ લોકો સામે હવે દેશનિકાલની પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સેવન-ઇલેવનના ૮૬૦૦ સ્ટોર્સ આવેલા છે.

Post Comments