Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત NCCના ૧૦૬ વિદ્યાર્થી દિલ્હી ખાતે પરેડમાં જોડાશે

દર વર્ષે દરેક રાજ્યની એનસીસીની ટીમ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે રિપબ્લિક ડેના સેલિબ્રેશનમાં જોડાતી હોય છે અને આ સેલિબ્રેશન દિલ્હીના 'રાજપથ' ખાતે યોજાતું હોય છે. આ સેલિબ્રેશનમાં ભારતીય સેનાના અલગ અલગ રેજિમેન્ટસના સૈનિકો, એનસીસી કેડેટ, એનએસએસના વોલિયન્ટર્સ, ભારત તેમજ અન્ય નાગરીક દળોના વિવિધ પેરા-લશ્કરી દળોથી લઈ અનેક દેશની તમામ સંસ્કૃતિની ઝલક માટે વિદ્યાર્થીઓ અને કલાકારો જોડાતા હોય છે. આવી ભવ્ય પરેડમાં એનસીસીના વિદ્યાર્થીઓને દર વર્ષે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈ દેશની સેનાના તમામ વડાઓ સામે પરેડ કરવાની તક મળતી હો છે. આ તકમાં સામેલ થવા માટે ગુજરાત, દીવ અને દમણની વિવિધ કોલેજોમાંથી ચાર ટીમના ૩૦૪ વિદ્યાર્થી માટે અમદાવાદ ખાતે ૩થી ૧૨ ઓક્ટોબર દરમિયાન એનસીસી કેમ્પસમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૦૬ વિદ્યાર્થીનું પરેડ માટે સિલેક્શન કરવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી આપતા એડિશનલ ડી.જી. એનસીસી ગુજરાતના મેજર જનરલ સુભાષ શરણ કહે છે કે, દીવ, દમણ અને ગુજરાતના એનસીસીના ચાર ગ્રપુ છે જેમાં અમદાવાદ, બરોડા, રાજકોટ અને વી.વી. નગર આવે છે આ ચાર ગુ્રપના ૩૦૪ વિદ્યાર્થીમાંથી ૧૦૬ને રિ-પબ્લિક ડે માટે સિલેક્ટ કર્યા છે જે ૧ જાન્યુઆરી ૨૦૧૮માં દિલ્હી જશે અને ત્યાં વધારાની ૨૫ દિવસની તાલીમ બાદ ૨૬ જાન્યુઆરીએ રાજપથ ખાતે પરેડમાં ભાગ લેશે. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓએ અહીં દસ દિવસની તાલીમ લીધી છે અમદાવાદ એનસીસી ગ્રાઉન્ડ લો ગાર્ડન ખાતે એક ક્લોઝીંગ સેરેમની રાખવામાં આવી હતી જેમાં  ચાર ગુ્રપના એનસીસી કેડેટ વચ્ચે આંતર ગુ્રપ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું જેમાં  ફ્લેગ એરીયા, કલ્ચરલ, ડ્રીલ પરેડ, પી.એમ રેલી, એનઆઈએપીનો સમાવેશ થાય છે.

 

Post Comments