Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છત્રાલમાં આકારણી વેરો નહીં ભરતા વેપારી પિતા-પુત્ર સામે ગુનો દાખલ

- પુત્રએ રૃા.૧.૩૫ કરોડ તેમજ પિતાએ ૨૮.૮૮ લાખ આકારણી નહી ભરતા વેરા અધિકારીએ ફરિયાદ કરી

કલોલ,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

છત્રાલ જીઆઇડીસીમાં અનાજ, તેલ અને તેલીબીયા સહીતની વસ્તુઓનું જથ્થાબંધ વેચાણ કરી આકારણીની રકમ નહીં ભરનાર પિતા-પુત્ર સામે વાણિજયવેરા અધિકારીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છત્રાલ જીઆઇડીસીમાં સુનિલ અમૃતભાઇ પટેલ અનાજ, તેલ અને તેલીબીયા સહીતની જથ્થાબંધ ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. તેમજ ગુજરાત મૂલ્ય વર્ધીત અધિનીયમ -૨૦૦૩ નોંધણી પણ ધરાવે છે. તેમજ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩ની આકારણીની રકમ રૃ।.૧,૩૫,૯૧,૯૦૫ની બાકી હોવાથી વાણિજય વેરા અધિકારીએ નોટીસ પણ ફટકારી હતી. તેમ છતાં આકારણીની રકમ ભરપાઇ નહી કરતા આખરે વાણિજય વેરા અધિકારી ઉર્વેશ મછાવડાએ  કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે સુનિલ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે સુનિલના પિતા અમૃતભાઇ બાબુભાઇ પટેલ સામે પણ વાણિજય વેરા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. અમૃતભાઇ સાંઇનાથ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં અનાજ, તેલ અને તેલીબીયા વગેરેનું જથ્થા બંધ વેચાણ કરે છે. વાણિજય વેરા અધિકારીએ તેમની પાસે પણ વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૨ની આકારણીની રકમ ૨૮.૮૮ લાખ માટે નોટીસો આપી હતી. તેમ છતાં પણ આકારણીની રકમ નહી ભરવામાં આવતા વાણિજય વેરા અધિકારીએ આ અંગે પણ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુજરાત મૂલ્ય વર્ધીત વેરા અધિનીયમ ૨૦૦૩ની કલમ  મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

Post Comments