Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમિતાભે મુંબઇમાં સરનામું શોધવાનો ઉપાય જણાવ્યો

- અભિનેતાએ વ્યંગમાં રોડનું નામ કહેવાને બદલે ત્યાં લાગેલા બિલબોર્ડને કેન્દ્ર બનાવ્યું

મુંબઇ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
પંચનગરી મુંબઇ એક એવું શહેર છે જ્યાં સરનામું શોધવાનું ભારે પડી જાય છે. જોકે અમિતાભ બચ્ચને મુંબઇમાં સરનામું શોધવા માટે બિલબોર્ડને કેન્દ્ર બનાવ્યું છે.આ સાથેસાથે તેમણે હોર્ડિંગ્સની સમસ્યાને પણ હાઇલાઇટ કરી છે. 
 
મુંબઇ જેવા શહેરમાં કોઇનું સરનામું શોધવાનું કામ સરળ નથી. તે એટલે પણ વધુ અઘરું બને છે  કારણ કે, એડ્રેસ શોધવા માટે રસ્તા પર લાગેલા સાઇન બ્રોર્ડ કોઇહોર્ડિંગ કે બિલબોર્ડથી ઢંકાઇ જતા હોય છે. આ તકલીફને હાઇલાઇટ કરીને અમિતાભ બચ્ચને તાજેતરમાં ટ્વિટ કર્યું હતું.
 
બિગ બી એ વ્યંગમાં લખ્યુ ંહતુ ંકે, બિલબોર્ડ સિટી મુંબઇમાં તમારું સ્વાગત છે. આ જ બિલબોર્ડના કારણે મુંબઇના રોડના નામ ઢંકાઇ ગયા છે.'' અન્ય એક ટ્વિટમાં અણિતાભે ટાંક્યું છે કે '' જો કોઇ અજાણી વ્યક્તિને સરનામું કે રસ્તો દેખાડવો હયો તો,ફલાણાં-ફલાણાં બિલબોર્ડથી ડાબી અથવા જમણી તરફ વળવાનું કહેવું.
 
અમિતાભ સોશયલ મીડિયા દ્વારા શહેરની સમસ્યાઓ વિરોધ કરતા હોય છે. થોડા દિવસો પહેલા તેમણે જાહેરમાં તેમજ રેલવેના પાટા પર શૌચક્રિયા કરતા લોકોને અન્ય સગવડ પુરી પાડવા માટે સરકારનું ધ્યાન ખેંચ્યુ ંહતું.
 

Post Comments