Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

IT તાજેતરના SME IPOના લિસ્ટિંગની ઊંડી તપાસ કરશે

- સંભવિત મની લોન્ડરિંગના આક્ષેપો બાદ

- આવકવેરા વિભાગ દ્વારા અંદાજે બે ડઝન જેટલી કંપનીઓ અને તેના આઈપીઓમાં રોકાણ કરનારાઓને નોટિસ ફટકારી

નવી દિલ્હી, તા. 08 માર્ચ 2018, ગુરૃવાર

છેલ્લા કેટલાક સમયથી એસએમઈ કંપનીઓના આઈપીઓના જોવા મળેલા ઘોડાપુર દરમિયાન તેમાં મની લોન્ડરિંગ સંદર્ભે થયેલા આક્ષેપો બાદ આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં લિસ્ટેડ થયેલા કેટલાક એસએણઈ આઈપીઓના લિસ્ટિંગની તપાસ હાથ ધરી છે. તેમજ આ સંદર્ભે બે ડઝન જેટલી કંપનીઓ અને તેમાં રોકાણ કરનારા રોકાણકારોને પણ નોટિસ ફટકારી છે.

વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી સાંપડતી માહિતી મુજબ તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી ઈક્વિટી રોકાણ પર ટેક્સ અમલી નહતો. પરંતુ તા. ૧ ફેબુ્રઆરીથી તેના પર ૧૦ ટકા લોગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સ અમલી બનેલ છે.

કેટલાક એસએમઈ કંપનીઓ દ્વારા વેરારાહતની આ જોગવાઈનો મોટા પાયે દુરૃપયોગ કર્યાની ફરિયાદ મળ્યા બાદ આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં આઈપીઓ લાવનાર એસએમઈ કંપનીઓના લિસ્ટિંગની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉપલબ્ધ માહિતી મુજબ આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં એસએમઈ આઈપીઓ લાવનાર બે ડઝન જેટલી કંપનીઓને આ સંદર્ભે નોટીસ ફટકારી છે. આ ઉપરાંત આ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરોને પણ નોટિસ ફટકારીને તેઓને ગેરરિતી આચરી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

આવકવેરા વિભાગ દ્વારા આવી કંપનીઓના આઈપીઓમાં ઓવર સબસ્ક્રીપ્શનના આંકડા તેમજ લિસ્ટિંગ બાદ જે તે શેરના ભાવમાં નોંધાયેલ જોરદાર ઊછાળા અન્જ ત્યારપછી તેના ભાવની મુવમેન્ટની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તેમાં મર્ચન્ટ બેંકરોની પણ ભૂમિકા કેવી રહી છે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

Post Comments