Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાપર પાલિકા દ્વારા પાણીના વહેણ પરના દબાણો દુર કરવામાં આવ્યા

- નડતરરૃપ દબાણો દુર કરવાની વારંવારની રજુઆતો બાદ અંતે કાર્યવાહી

- ૩૫ જેટલા કાચા પાકા દબાણો જેસીબી ફરી વળતા ચોમાસામાં લોકોના ઘરે પાણી ભરાતુ બંધ થશે

ભુજ, તા.૮ માર્ચ 2018, ગુરુવાર

રાપર નગરપાલિકા દ્વારા શહેરના પોલીસ લાઈનથી આથમણા નાકા, શંકરવાડી, તકિયાવાસ સહિતના વિસ્તારોમાં વરસો જુના પાણી પરના વહેણ દુર કરવામાં આવ્યા હતા. રહેવાસીઓ દ્વારા નડતરરૃપ દબાણો દુર કરવાની વખતોવખતની રજુઆતો બાદ આખરે નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી ચીફ ઓફીસર મેહુલ જોધપુરા, એન્જીનીયર દિનેશ સોલંકી, સેનેટરી ઈન્સ્પેકટર કિશોર ઠકકર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. જેમાં ૩૫ જેટલા પાકા દબાણો પર જેસીબી મશીન દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાંથી વરસોથી પાણીનુ વહેણ છે જેમાં શહેરના અને નગાસર તળાવનું પાણી વહેણ વહી રહ્યુ છે જેમાં અનેક લોકોએ પાકા મકાનો બનાવી દીધા હતા. તો હવે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના શંકરવાડી, પોલીસ લાઈન, તકિયાવાસ, આથમણા નાકા, નદી નાકા સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે કેનાલ બનાવીને નદીમાં પાણી વહેતુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

જેથી આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાનો પ્રશ્રો કાયમી ધોરણે ઉકેલાઈ જશે. નગરપાલિકાની આ કામગીરીથી આ વિસ્તારના રહેતા લોકો અને જેમના ઘરોમાં પાણી ભરાઈ જતા હતા. તેમના આનંદની લાગણી વ્યાપી છે.

Post Comments