Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિક પટેલની સભાને મંજુરી ન આપવામાં આવે તેવી માંગ કરતા ખુદ પાટીદાર ખેડુતો

- ચુંટણી નજીક છે ત્યારે વર્ગવિગ્રહના ઈરાદે સભા થતી હોવાનો આક્ષેપ

- ગઢશીશા પંથકમાં હરિત ક્રાંતિ થઈ છે તો કિશાન ક્રાંતિ સભાની શું જરૃર?, પૂર્વ ધારાસભ્ય સહિતનાઓએ પોલીસ

ભુજ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

માંડવી તાલુકાના ભેરૈયા ગામે ૧૨મીએ યોજાનારી પાટીદાર નેતા હાર્દિક પટેલની 'કિશાન ક્રાંતિ સભા' નો ગઢશીશા પંથકના ખેડુતોએ વિરોધ કર્યો છે. પ્રથમ ગ્રાક્ષે મક્સિકા જેવા તાલ સર્જાયો હોય તેમ એક તરફ હાર્દિકની સભાને સફળ બનાવવા કાર્યકરો દોડધામમાં જોવા મળે છે ત્યારે બીજીતરફ સભા યોજાય તે પહેલા જ ગઢશીશા પંથકના ખેડુતોએ આક્ષેપ કર્યો છે કે ચુંટણી નજીક છે ત્યારે વર્ગવિગ્રહના ઈરાદે આ સભા થાય છે.

ભેરૈયા ગામે યોજાનાર હાર્દિક પટેલની કિશાન ક્રાંતિ સભા સામે ગઢશીશા પંથકના ખેડુતોએ સખ્ત વિરોધ નોંધાવ્યો છે. પોલીસ મથકે ખેડુતોએ રજુઆત કરી જણાવ્યુ છે કે ગઢશીશા વિસ્તારમાં વર્ષોથી હરિત ક્રાંતિ થઈ છે. તેમને કોઈ સભાની જરૃર નથી, આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે વર્ગ વિગ્રહ કરવાના ઈરાદ ે આ સભા થતી હોવાનો આક્ષેપ મુકયો છે.

પૂર્વ ધારાસભ્ય ધનજી સેંઘાણી(મંગલડાડા) સહિતનાઓએ જણાવ્યુ છે કે રાજય સરકાર દ્વારા પુરતી વિજળી-ખાતર આપવામાં આવે છે. વિરાણીમાં એપીએમસી સબ યાર્ડ મંજુર થયેલ છે અને ખાતમુહૂર્ત પણ થઈ ગયો છે. વાતાવરણને બગડવા માટે આ સભા યોજવામાં આવતી હોવાથી તેેને મંજુરી ન આપવામાં આવે તેવી માંગ કરી છે.

Post Comments