શહેરની વોરાબજાર પોસ્ટ ઓફિસ બંધ કરી દેવાઇ
- ૧૫ પોસ્ટમેનની જગ્યા ખાલી : પોસ્ટની ડિલિવરી સમયસર થાય તેવો પ્રબંધ કરવા રજૂઆત
ભાવનગર, બુધવાર તા. 03 જાન્યુઆરી 2018
શહેરની વોરાબજાર પોસ્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવેલ છે. જે અંગે સુપ્રિ. ઓફ પોસ્ટ તથા સમગ્ર પોસ્ટ ખાતુ નિંભર તંત્રની જેમ કામગીરી કરે છે તેવી ટીકા ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝે કરી છે.
પોસ્ટ સેવાની કથળેલી હાલત અંગે સુપ્રિ. ઓફ પોસ્ટ-ભાવનગર ડિવિઝન અને પોસ્ટ માસ્ટર, ભાવનગર પોસ્ટ ઓફિસને કરવામાં આવેલી અલગ-અલગ રજૂઆતમાં જણાવાયું છે કે, હેડ પોસ્ટ ઓફીસની પોસ્ટની ડીલીવરીની કામગીરીમાં કોઇપણ પ્રકારનો સુધારો થયેલ નથી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ દૈનિક રેગ્યુલર ડીલીવરી થતી નથી. રૃપાણી, ઘોઘાસર્કલ, તળાજા રોડ વગેરે એરીયામાં ગયા આખા અઠવાડીયા દરમિયાન ડીલીવરી કરવામાં આવેલ નથી. તેમ છતાં સુપ્રિ. તરફથી કે હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર ભાવનગર જિલ્લાના વડા તરીકે સુપ્રિ.ને લખવામાં આવેલ પત્રના અનુસંધાને કોઇ કાર્યવાહી ન કરવામાં આવે અને જવાબ આપવાની પણ જો દરકાર કરવામાં ન આવે તો ભાવનગર જિલ્લાના પોસ્ટ તંત્ર કેવી નબળી કામગીરી કરે છે તેનો પુરાવો છે.
રજૂઆતના સંદર્ભમાં જે કાર્યવાહી કરવાની હોય તે કરી અને ૧૫ પોસ્ટમેનની જે જગ્યા ખાલી છે તે ગ્રામ ડાક સેવક મારફતે અગર અન્ય કોઇપણ રીતે વ્યવસ્થા કરી ટપાલની ડીલીવરી દૈનિક અને સમય પર થાય તેવી કાર્યવાહી કરવા માગ કરેલ છે.
જ્યારે સાંસદને કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, શહેરની વોરાબજાર પોસ્ટ ઓફીસ આઘાતજનક રીતે બંધ કરી દેવામાં આવી છે. જે અંગે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ તથા સમગ્ર પોસ્ટ ખાતુ નિંભર તંત્રની જેમ કામગીરી કરે છે અને પ્રત્યુતર આપવાની કે પ્રજાજનોની હાડમારી સમજવાની તેમના તરફથી કોઇપણ પ્રકારનો પ્રયાસ કરવામાં આવતો નથી.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
પાક. અભિનેતા અલી ઝફર પર ગાયિકા મિશાનો જાતીય શોષણનો આરોપ
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News