Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદા ડેમની જળ સપાટીમાં ૫ દિવસમાં ૪૨ સેન્ટીમીટરનો ઘટાડો

- ચાણોદ-કરનાળી નર્મદામાં ડુબકી મારવા આવતા લોકો નિરાશ થાય છે

- ભરૃચ તાલુકાના ઝણોર સુધી નદીના પટમાં ભરતી સમયે દરીયાનું ખારૃ પાણી આવી જતુ હોવાથી ખેતીને મોટુ નુકસાન

કેવડીયાકોલોની,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

નર્મદા નદીના ઉદ્ગમ સ્થાન મધ્ય પ્રદેશમાં આ વર્ષે વરસાદનું ઓછુ પ્રમાણ અને ગુજરાત સરકારની બેદરકારીના કારણે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ થઇ શક્યો નથી અને જે પાણી બચ્યુ છે તે પણ હવે ધીમે ધીમે બાષ્પિભવન થઇ રહ્યુ છે બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતુ નહી હોવાથી ડેમ સાઇટથી ભરૃચ સુધીની નર્મદા નદી સુકાઇ ગઇ છે.

તા.૨ ફેબુ્રઆરી સોમવારે નર્મદા ડેમની જળ સપાટી ૧૧૧.૯૩ મીટર હતી આજે શુક્રવારે બપોરે સપાટી ૧૧૧.૫૪ પહોંચી ગઇ છે. આમ ૫ દિવસમાં જળ સપાટીમાં ૪૨ સેન્ટીમીટરનો ધરખમ ઘટાડો થયો છે. હવે ધીમે ધીમે તાપ વધી રહ્યો છે એટલે પાણીનું બાષ્પીભવન પણ ઝડપથી થશે. ઉપરાંત નદીના જળચરોને જીવીત રાખવા પણ રોજનું ૬૫૦ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે તે દ્રષ્ટીએ ફેબુ્રઆરીના અંત પહેલા જ ડેમની જળ સપાટી ૧૧૦ મીટરે પહોંચી જશે એટલે કેનાલ હેડ પાવરના ૫૦ મેગાવોટના પાંચ યુનિટ પણ બંધ કરી દેવા પડશે.

બીજી તરફ સ્થિતિ એવી છે કે નર્મદા નદીમાં પાણી નહી હોવાથી ચાણોદ અને કરનાળી ખાતે ધાર્મિક વિધી માટે તથા પુનમ અને અમાસે નર્મદા નદીમાં ડુબકી લગાવા આવતા શ્રધ્ધાળુઓ નદીનો સુકો પટ જોઇને નિરાસ થઇ પરત ફરી રહ્યા છે. ગંભીર સ્થિતિ તો નર્મદાના સંગમ સ્થાન પર ઉભી થઇ છે. ભરૃચ નજીક આવેલા સંગમ સ્થાન સુધી તો હવે નદીના નીર પહોંચતા જ નથી એટલે ભરૃચથી ઝણોર સુધી નદીના પટમાં દરીયાના ખારા પાણી ઘુસી રહ્યા છે. ભરતીના સમયે દરીયાનું પાણી ઝણોર સુધી આવી જાય છે એટલે આ વિસ્તારની ફળદ્રુપ જમીન ખરાબ થવાનો અને ખેતી નષ્ઠ થવાનો ખતરો ઉભો થયો છે.

Post Comments