Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રિકેટ સટ્ટાની કપાત દુબઇમાં દિલીપ સોની પાસે કરાવાતી હતી

- વર્ષ-૨૦૧૪થી ક્રિકેટનો જુગાર ચાલતો હતો

- ક્રિકેટ સટ્ટામાં હારજીતના નાણાંની લેવડદેવડ આંગડિયા પેઢી દ્વારા થતી હતી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

વડોદરામાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાનો બુકી રાજેશ દુબઇમાં  કપાત કરાવતો હોવાની વિગતનો પર્દાફાશ થયો છે જો કે પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા ત્રણેના રિમાન્ડ નામંજુર કરવામાં આવ્યા હતાં. ન્યુ વીઆઇપી રોડ પર સિધ્ધાર્થ હાઇટ્સમાં રહેતા રાજેશ બકોરભાઇ પટેલની શહેર પોલીસે ધરપકડ કરી ક્રિકેટ સટ્ટા અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે રાજેશ પટેલની  પૂછપરછ કરતા પોતે ક્રિકેટનો સટ્ટો રમે છે તેવી કબુલાત કરી હતી અને તેની કપાત તાંદલજા વિસ્તારમાં મથુરાનગરીમાં રહેતા ચેતન ચંન્દ્રકાંન્ત ઠક્કર તેમજ જીગર અરવિંદ ઠક્કરને ત્યા ંકરાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ચેતન ઠક્કરના ઘેર તપાસ કરતા ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કર્યા હતાં.

દરમિયાન રાજેશ પટેલ ઉપરાંત  ચેતન અને જીગરની પણ પોલીસે ધરપકડ કરી બંનેના રિમાન્ડ મેળવવા કોર્ટમાં  રજુ કર્યા હતાં. પોલીસે કોર્ટને જણાવ્યુ હતુ કે હારજીતના નાણાંની લેવડદેવડ આંગડીયા પેઢી દ્વારા થતી હતી તેની તપાસ કરવાની છે તેમજ મોબાઇલફોન રાજકોટથી શ્રીનાથજી ટ્રાવેલ્સમાં પાર્સલ દ્વારા આવ્યો હતો જેથી આ મોબાઇલ કોને મોકલ્યો તેમજ રાજકોટ, વિરમગામ અને મુંબઇમાં રહેતા અન્ય આરોપીઓની તપાસ કરવાની છે.

પોલીસે કોર્ટને જણાવ્યુ હતુ કે વર્ષ-૨૦૧૪થી તેઓ ક્રિકેટ સટ્ટો રમાડે છે જ્યારે રાજેશ ક્રિકેટ સટ્ટાની કપાત દુબઇમાં રહેતા દિલીપ સોની પાસે કરાવે છે જેથી સટ્ટા અંગેના નાણાંની લેવડ-દેવડ હવાલાથી થઇ કે અન્ય કોઇ રીતે થતી હતી તેની તપાસ કરવાની છે જો કે કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજુર કરી હતી.

Post Comments