Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

7 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો, રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 07 માર્ચ 2018,  બુધવાર
 
મેષ : 
આજે સાંજના મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તેથી આપે શાંતિ-સ્વસ્થતા-જાગૃતિ સાવધાની રાખીને દિવસ પસાર કરી લેવો.
 
વૃષભ : 
આજથી શનિની પનોતી સાથે મંગળ ગ્રહનું પરિભ્રમણ શરૃ થતા તા. ૨-૫-૨૦૧૮ સુધીનો સમય આપને કષ્ટપીડા-મુશ્કેલીમાં પસાર કરવો પડે.
 
મિથુન : 
નોકરી ધંધાના કામમાં, પત્ની-સંતાનના કામમાં આપ ધ્યાન આપી શકો. જાહેર સંસ્થાકીય કામ થાય. સંબંધ-વ્યવહાર સચવાય.
 
કર્ક : 
આજથી તા. ૨ મે ૨૦૧૮ સુધીનો સમય પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, નોકરી ધંધાના કામકાજમાં, સરકારી-રાજકીય ખાતાકીય કામમાં તકલીફનો રહે.
 
સિંહ : 
પુત્ર પૌત્રાદિકના કામમાં, મકાન-જમીન-મીલ્કતના કામમાં, તા. ૨ મે ૨૦૧૮ સુધીનો સમય કાર્ય સફળતા પ્રગતિ આનંદનો રહે.
 
કન્યા : 
આજથી શનિની પનોતી સાથે મંગળનું પરિભ્રમણ શરૃ થતા માર્ચ એપ્રીલ મહિના આધિ-વ્યાધિ-ઉપાધિ-અશાંતિમાં પસાર થાય.
 
તુલા : 
યશ-પદ-ધનમાં ફાયદો લાભ થાય તેવું કામ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. નોકરી ધંધાના પરદેશના કામમાં સાનુકુળતા રહે.
 
વૃશ્ચિક : 
શનિની પનોતી સાથે મંગળનું પરિભ્રમણ સાનુકુળતાવાળુ રહે. આવક થાય. કુટુંબ પરિવારના કામ થાય. ધર્મકાર્ય શુભકાર્ય થાય.
 
ધન : 
શનિની પનોતી સાથે મંગળનું પરિભ્રમણ આજથી શરૃ થતા તા. ૨મે૨૦૧૮ સુધીનો સમય ખર્ચ ચિંતા-તણાવનો રહે. નુકસાનથી સંભાળવું.
 
મકર : 
આજથી તા. ૨મે ૨૦૧૮ સુધીનો સમય શનિ-મંગળના પરિભ્રમણ કારણે આપના માટે અગ્નિપરીક્ષાવાળો રહે. નાણાંકીય આયોજનમાં સંભાળવું.
 
કુંભ : 
નોકરી ધંધાના કામમાં, સરકારી રાજકીય ખાતાકીય કામમાં, જવાબદારીમાં તા. ૨મે ૨૦૧૮ સુધી આપે સંભાળવું પડે. સંતાનની ચિંતા રહે.
 
મીન : 
પ્રતિકુળતાઓ પણ માર્ચ એપ્રીલ મહિના દરમિયાન આકસ્મિક કોઈ કામની સફળતાથી હૃદય-મનની પ્રસન્નતા રહે. આનંદ અનુભવો.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઇ રહેલ જન્મવર્ષ પત્ની સંતાન સુખની પ્રાપ્તિ-પ્રગતિથી, ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ ઉત્સાહનું રહે. અવિવાહિતને ઓચિંતા જ વિવાહ લગ્નનું નક્કી થાય. પરદેશ જવાની તક પ્રાપ્ત થાય.
 
નોકરી ધંધો
નોકરી ધંધામાં પ્રગતિ-સફળતાની શરૃઆત થાય. ભાગ્યોદય થયાનો આનંદ-ઉત્સાહ અનુભવી શકો. જેમને આવક ન હોય તેમને આવક શરૃ થતા કારકિર્દી માટેનો આત્મવિશ્વાસ પ્રાપ્ત થઇ શકે.
 
સ્થળાંતર ફેરફારી
આપનું આ વર્ષ સ્થળાંતર ફેરફારીનું રહે. નોકરી ધંધામાં, રહેઠાણમાં તેમજ અન્ય કામકાજમાં સારી તક મળવાથી જીવનનો એક નવો તબક્કો શરૃ થાય.
 
સ્ત્રી વર્ગ
અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. હતાશા-નિરાશા દૂર થાય. સાંસારિક જીવનમાં, કૌટુંબીક જીવનમાં સાનુકુળતા રહે, પ્રેમભાવ રહે.
 
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા મળે, સારી તક પ્રાપ્ત થાય.

Post Comments