Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'નોટા'ના મુદ્દે કાયદાકીય જંગ જામશે, ચૂંટણીના જાહેરનામા બાદ 'નોટા'નો અમલ કેમ

-ભાજપ-કોંગ્રેસ કાયદા નિષ્ણાતોની સલાહ લઇ રહ્યાં છે

-આખોય મામલો સુપ્રિમકોર્ટ સુધી પહોંચી શકે છે, નોટાની લીધે મતગણતરી પણ અટપટી બની

અમદાવાદ,તા.1 ઓગષ્ટ 2017, મંગળવાર

સૌ પ્રથમવાર રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો અમલ થનાર છે. ધારાસભ્યો મતદાન વખતે નોટાનો ઉપયોગ કરી શકશે. ખાસ કરીને કોંગ્રેસે આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો છેકે, રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામુ પડયા બાદ નોટાનો અમલ કેમ કરાયો તે સમજાતુ નથી. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાયદાકીય જંગ જામે તવી રાજકીય પરિસ્થિતી જણાઇ રહી છે.

સૂત્રોનું કહેવુ છેકે, ગુજરાતમાં ત્રણ સભ્યો માટે રાજ્યસભાની યોજાનારી ચૂંટણીમાં પહેલીવાર નોટાનો ઉપયોગ કરવાનું ચૂંટણીપંચે નક્કી કર્યું છે.હવે નોટાના ઉપયોગને લીધે બંધારણીય જોગવાઇ અનુસાર મતગણતરી અટપટી બની છે જેના લીધે ભાજપ અને કોંગ્રેસ કાયદાવિદોની સલાહ મેળવી રહ્યાં છે.એવી પણ જાણકારી મળી છેકે, નોટાનો મુદ્દો છેક સુપ્રિમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. કેટલાંક કોંગ્રેસીઓ તો ચૂંટણી રદ કરાવવા સુધીનો મત વ્યક્ત કર્યો છે. ભાજપ પણ કોંગ્રેસ ચૂંટણીમાં કોઇ કાયદાકીય વિક્ષેપ ન પડે તેના પર ખાસ તકેદારી રાખી રહ્યું છે.

રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલે ખુદ ચૂંટણીપંચ પર સવાલો કર્યાં છે કે,જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ નોટાનો અમલ કરવાની શી જરૃર પડી. અત્યારે તો ભાજપ અને કોંગ્રેસના નેતા ક્રોસવોટિંગ થાય તો શું, વધુ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામા આપે તો શું, કેટલા ધારાસભ્યો ક્રોસવોટિંગ કરી શકે છે, કેટલાં મત રદ થઇ શકે છે. આ બધીય શક્યતા આધારે મતોની ગણતરી કરી રહ્યાં છે. બંન્ને પક્ષો પોતાના ઉમેદવારો વિજયી થશે તેવો દાવો કરી રહ્યાં છે પણ પરિણામ બાદ બધા પત્તા ખુલી જશે.

Post Comments