Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૨૯૯માં અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર આક્રમણ કરી મંદિરોના ધ્વંસ કર્યો હતો

- પદ્માવતી ફિલ્મનો વિવાદ જે હોય એ પણ ખલજીનો ઈતિહાસ રક્તરંજિત છે

- આશાવલમાં અલાઉદ્દીને પડાવ નાખ્યો હતો : સોમનાથ-દ્વારકા મંદિર પર પણ હાથફેરો કર્યો હતો : ગુજરાત ત્યારે પહેલી વખત દિલ્હીના તાબામાં આવ્યુ હતું

(વિશેષ પ્રતિનિધિ દ્વારા)    અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
સંજય લીલા ભલસાણી અત્યારે પોતાની ફિલ્મ પદ્માવતીનો વિવાદ કરીને પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. પદ્માવતી અને અલ્લાઉદ્દિન ખલજીની કથા કહેતી ફિલ્મમાં જે હોય એ. પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ખલજી ક્રૂર શાસક હતો અને તેનો ઈરાદો હિન્દુ સ્થાપત્યોનો નાશ કરવો, લૂંટ-ફાંટ અને સામુહિક કત્લેઆમ કરવાનો જ હતો.

દિલ્હીથી આગળ વધતા ખલજી વંશના આ શાસકે ગુજરાત પર નજર ઠેરવી હતી. ગુજરાતની ત્યારની રાજધાની પાટણ, અમદાવાદ, ભરૃચ, સોમનાથ, ચાંપાનેર, સુરત વગેરે સ્થળોએ ખલજીની સેનાએ આતંક મચાવ્યો હતો. મોગલો પહેલા દિલ્હી પર ખલજી વંશનું રાજ હતું. ખલજી વંશની શરૃઆત જાલાલુદ્દિન ફિરોઝ ખલજીએ ૧૨૯૦માં કરી હતી. એ વંશનો ઉદ્ભવ પણ ખણાખરા મુસ્લીમ શાસકોની માફક મધ્ય એશિયામાંથી થયો હતો.
ઉત્તરથી આવતા ખલજીએ પહેલું નિશાન પાટણને બનાવ્યું હતું. અણહિલવાડ પાટણ ત્યારે ગુજરાતનું પાટનગર હતું અને કર્ણદેવ વાઘેલા ગુજરાતનો શાસક હતો. આ નગર જીતી લઈ ખલજીએ આગેકૂચ કરી હતી. આજનું અમદાવાદ જેના પર વસેલું છે, એ મૂળ નગર તો આશાવલ હતું. ખલજીએ આસાવલમાં સ્થાપત્યો તોડી-ફોડી પોતાના ડેરા-તંબુ તાણ્યા હતા. ખલજી અહીં રહીને જ વિવિધ પ્રદેશો પર આક્રમણ કરતો હતો.

ભારતના સૌથી જૂના નગરમાં સ્થાન પામતા ભરૃચ પર ખલજીએ ૧૨૯૯માં આક્રમણ કરી મંદિરો તોડી પાડયા હતા. મંદિરો તોડી પાડયા પછી મળતા પથ્થરો, શણગાર, દરવાજા, કમાનો વગેરેનો ઉપયોગ મસ્જીદો બાંધવા માટે કરવામાં આવતો હતો. એ વખતે ખંભાત બંદરની જાહોજલાલી હતી. આજે માત્ર સામાન્ય નગર બનીને રહી ગયેલુ ખંભાત ત્યારે 'ખંભાતના રાજ્ય' તરીકે ઓળખાતુ હતું. તેની કીર્તિથી પ્રેરાઈને ખલજીએ તેના પર હુમલો કર્યો હતો. ખલજીના સેનાપતિ નસરતખાને ખંભાત પર ચડાઈ કરી હતી.

૧૦૨૪ની સાલમાં સોમનાથ ગજનીએ લૂંટયુ હતુ. એ પછી રાજા કુમારપાળે તેનું ફરીથી બાંધકામ કર્યું હતુ. એ બાંધકામ તોડી પાડવા ખલજીએ સોમનાથને ફરીથી ૧૨૯૯ની સાલમાં ધ્વસ્ત કર્યું હતુ. એમ તો તેણે દ્વારકાના જગતમંદિરનો પણ નાશ કર્યો હોવાનું માનવામાં આવે છે. ૧૪મી  સદીના જૈન સંત કક્કસૂરિએ રચેલા 'નાભિનંદજિનોદ્વાર પ્રબંધ' નામના ગ્રંથમાં ખલજીએ કરેલા દરેક આક્રમણની વિગતવાર નોંધ કરવામાં આવી છે. વધુને વધુ પ્રદેશ લૂંટી શકાય તથા મંદિરોનો નાશ કરી શકાય એટલા માટે બે વખત દિલ્હીથી ગુજરાત પર આક્રમણ કર્યું હતુ.

મુસ્લીમ આક્રમણકારોની પરંપરા પ્રમાણે હિન્દુઓની સ્વતંત્રતા પર કાપ મુકી દેવાયો હતો. તહેવારો ઉજવી શકાતા ન હતા, ઉજવવા હોય તો વેરા ભરવા પડતા હતા. એવુ બધુ ન કરવું હોય તો પછી ધર્માંતરણ કરી લેવાનો છેલ્લો વિકલ્પ બાકી રહેતો હતો. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ(ભાગ ૫)માં નોંધાયા મુજબ આ વટાળ પ્રવૃત્તિને કારણે જ 'મોલે સલામ' અને 'પિરાણા પંથ' વગેરે ફાંટાનો ઉદ્ભવ થયો હતો.

ખલજીનો સમય એવો પહેલો સમય હતો, જ્યારે ગુજરાત દિલ્હી સલ્તનતના તાબામાં આવ્યુ હતું. એ સાથે ગુજરાતનો ગુલામીકાળ અને પડતી પણ શરૃ થઈ હતી. ગુજરાતમાં ઘણો પ્રદેશ જીતી લીધા પછી તેનું ધ્યાન રાખવા માટે ખલજીએ પોતાના સાળા મલેક સંજરની નિમણુક કરી હતી. સત્તા સોંપતી વખતે મલેકને અલ્પખાન એવો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

Post Comments