Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચૂંટણી જીતવા ભાજપ કેટલાક નેતાઓ MLAના સંતાનોને ટિકિટ આપશે...

- કેટલીક મહિલા ધારાસભ્યોને કાઢી, નવા ચહેરાને મુકાશે

- પાટીદારોની નારાજગી ઓછી કરવા માટે તરછોડાયેલા આગેવાનોને સામે લવાશે

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
ડીસેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે ભાજપ પાટીદારોની નારાજગી દૂર કરવા માટે દબાણ આપી અને મજબૂર થઈને પણ કેટલાક નેતાઓ અને ધારાસભ્યોનાં સંતાનોને ટિકિટ આપવાનું વિચારી રહ્યું છે. જેમાં ઘણાં વર્ષોથી ભાજપમાંથી તરછોડાઈ ગયેલા આગેવાનોને પણ સામે લાવવામાં આવશે. તેમનો ઉપયોગ કરી કેટલીક બેઠકો કબજે કરવા માટે નેતાઓના પુત્રને મેદાનમાં ઉતારવામાં આવશે.

ભાજપના આંતરીક સૂત્રો જણાવે છે કે, આ વખતે ભાજપને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમેરીલામાં ઘણી તકલીફો છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પણ ભાજપ સહેલાઈથી ચૂંટણી જીતી શકે એવી સ્થિતિમાં નથી. આથી ભાજપે હવે પાટીદારોનો અસંતોષ અને રોષ ઠંડો પાડવા પક્ષમાં હાંસીયામાં ધકેલાઈ ગયેલા અને ભૂલાઈ ગયેલા નેતાઓ - આગેવાનોને આવકારવાનું નક્કી કર્યું છે.

ભૂતકાળમાં આના નેતાઓને તેમજ તેમના સંતાનોને ભાજપે જ હરાવી દીધા હતા. હાલમાં તેઓ ચૂપચાપ પક્ષમાં નિષ્ક્રિય થઈને પક્ષમાં છે તેઓ લોકો વચ્ચે જઈ શકે તેવા સક્ષમ હોવાથી ભાજપે આ દાવ પણ ખેલી નાખવાનું નક્કી કર્યું છે.

બીજી બાજુ, નેતાઓના સંતાનોને ટિકિટ આપવાને લઈને એવી ચર્ચા શરૃ થઈ છે કે એક બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જાહેર સભાઓમાં કોંગ્રેસની પરિવારવાદની નીતિ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ સ્થિતિમાં બાજપમાં પણ નેતાઓનાં સંતાનોને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસને પણ પરિવારવાદનો બચાવ કરવાનો મોકો મળશે એટલું જ નહીં નાગરીકોનાં મગજમાં પણ ભાજપની નેતાગીરી માટે ખોટી અને ખરાબ છાપ ઉભી થશે.

Post Comments