|
ચંદ્ર, શુક્રની પિધાન યુતિનો આજે સર્જાશે અદ્ભુત નઝારો |
|
|
|
આના લેખક છે Bureau News
|
|
સોમવાર, 18 જુન 2007 |
ભુજ,
આગામી પહેલી તારીખે શનિ અને શુક્ર માત્ર એક ડિગ્રી જેટલો અંતર સુધી નજીક આવી જવાના છે. બંને ગ્રહ એકદમ તેજસ્વી હોવાથી આ દ્રશ્ય મનોરમ્ય બની રહેશે. અલબત, આની પહેલા પણ એક નોંધપાત્ર ખગોલીય ઘટના બનવાની છે; ૧૮મી જુનને સોમવાર એટલે કે આવતીકાલે રાત્રે થનાર ચંદ્ર- શુક્રની પિધાન યુતિનો નઝારો નિહાળવા કચ્છ સૌરાષ્ટ્ર- ગુજરાતના ખગોળ સોખીનોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ ખગોળિય ઘટનાઓ આમ જનતામાં સારી ઉતકંઠા જગાવી છે. સૂર્યાસ્તબાદ રચનારૂ ચંદ્ર અને શુક્રનું મનોહારી દ્રસ્ય લાખો લોકો નિહાળશે.
રાતે ૮ વાગ્યે ચંદ્રની લગોલગ શુક્ર દેખાશે; ૯-૩૧થી શુક્ર ધીમેધીમે ચંદ્રની પાછળ સરકીને છૂપાઈ જશે; નરી આંખે પણ નિહાળી શકાશે
સાંજે આઠ વાગે ચંદ્રની બિલકુલ અડીને તેજસ્વી શુક્ર જોવા મલશે. બે વખતે તે બન્નેનું અંતર માત્ર અડધો અંશ જેટલું જ હશે. ધીમે ધીમે ચંદ્ર સરકતો સરકતો શુક્રની નજીક આવતો જશે અને બન્ને વચ્ચેનું અંતર ઘટતું જશે. રાત્રે ૯.૩૧ કલાકે શુક્ર ચંદ્રની પાછળ છૂપાવાનું શરૂ કરશે અને થોડી જ વારમાં શુક્ર જાણે આકાશમાંથી અદ્રશ્ય થઈ જશે. આ સંતાકૂકડીનો ખેલ લગભગ એક કલાક ચાલશે. અંતે, સાડા દશ વગ્યે ચંદ્રના પ્રકાશિત ભાગ નીચેથી શુક્ર ફરીથી દેખાવા લાગશે.
સૂર્ય-ચંદ્રની આવી રમતને આપણે ગ્રહણ તરીકે ઓળખીયે છીએ, ચંદ્ દ્વારા થતી ઘટનાને પિધાન યુતિ તરીકે ઓળખવામાં આવે છે. યુતિની ઘટના વખતે ચંદ્ર તથા અન્ય અવકાશી પદાર્થ નજીક આવે છે જયારે પિધાન યુતિ વખતે ચંદ્ર કોઈ તારા અથવા ગ્રહને પોતાના બિંબ પાછળ ઢાંકી દે છે. આ ઘટના વખત શુક્ર ચંદ્રના કાળા ભાગમાંથી ઢંકાવાનું શુરૂ કરતો હોવાથી તથા ચંદ્ર પણ ચોથનો હોવાથી દ્રશ્ય ખૂબજ મનોહર લાગશે. આ યુતિ કલકત્તાથી પશ્ચિમ બાજુ આવેલા સમગ્ર ભારતમાં જો વાદળાં ખલેલ નહીં પહોંચાડે તો જોઈ શકાશે. આ યુતિ નરી આંખે પણ સારી રીતે જોઈ શકાવાની હોવાથી દૂરબિન કે ટેલીસ્કોપ જેવા સાધનોની આવશ્યકતા નથી, તેમ છતાં લોકો પોતાની પાસે રહેલા દુરબિન જેવા સાધનોથી ચંદ્રના ખાડા-ટેકરા પાછળ સંતાતા શુક્રને વધુ સારી રીતે જોઈ શકસે.

કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ યુતિ નિહાળવાની વ્યવસ્થા સ્થાનિક એસ્ટ્રોનોમી કલબ દ્વારા કરવામાં આવી છે. કચ્છમાં કચ્છ એમેચ્યોર ેસ્ટ્રોનોમર્સ કલબ દ્વારા વિવિધ સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જયાં ટેલીસ્કોપ અથવા દુરબિન દ્વારા યુતિનું દર્શન કરાવી ઘટનાની માહિતિ આપવામાં આવશે. ભુજમાં મુન્દ્રા રીલોકેશન સાઈટ અને હોસ્પિટલ રોડ, અંજરમાં વિવેકાનંદ હાઈસ્કુલ, ઉપરાંત રાપર, માંડવી, નખત્રાણા, દેશલપર (વાંઢાય), સાંધવ (અબડાસા) ખાતે આવી વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું કલબના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું.
આવી યુતિ. સર્જાતી વખતે ખરેખર અવકાશમાં તો કશું બનતું હોતું નથી, પણ આપણને પૃથ્વી પરથી એવું દેખાય કે ગ્રહ ચંદ્રની પાછળ જતો રહ્યો, ચંદ્ર પાછળ તારા સંતાઈ જવાનું તો લગભગ રોજ બનતું હોય છે, જયારે કોઈ ગ્રહ અને ચંદ્રની આવી યુતિ બે'ક વર્ષે બનતી હોય છે. રાજકોટમાં પણ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાતે આર્ટ ગેલેરી પર ત્રણ ટેલિસ્કોપ ગોઠવી દઈને લોકોને આ નજારો દર્શાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
|