ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે નોંધાયેલા છે આ અનોખા રેકોર્ડ્સ.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 123 મેચ રમી હતી. તેમજ 210 ઇનિંગ્સમાં 9230 રન બનાવ્યા.
14 વર્ષના ટેસ્ટ કરિયરમાં વિરાટના નામે 30 સેન્ચુરી અને 31 ફિફ્ટી છે.
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 68 મેચ રમી છે. જેમાંથી ટીમે 40 મેચ જીતી હતી. જેના કારણે તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યો છે.
કોહલી પછી, ધોનીનો નંબર આવે છે. તેણે 60 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું અને તેમાંથી 27 મેચમાં ભારતને વિજય અપાવ્યો.
ભારતીય કેપ્ટન તરીકે, કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ એટલે કે 7 વખત ડબલ સેન્ચુરી ફટકારી છે, આવું કરનાર તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે.
ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ સાથે મળીને T20 ફોર્મેટને અલવિદા કહ્યું.
તેમજ થોડા દિવસ પહેલા જ રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.