4 ખેલાડીઓ T20I સીરિઝ રમશે, જેમણે ક્યારેય સિક્સર નથી ફટકારી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચની સીરિઝ રમાવાની છે. આ સીરિઝની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે. ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરશે.
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી આ T20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાના સ્ક્વોડમાં 4 એવા ખેલાડીઓ પણ પસંદ કરવામાં આવ્યા છે, જેમણે T20I ક્રિકેટમાં ક્યારેય સિક્સર નથી ફટકારી.
આ 4 ખેલાડીઓમાં કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. આ ચારેય ખેલાડીઓ એક પણ વાર બોલને બાઉન્ડ્રીની બહાર મોકલી શક્યા નથી.
કુલદીપ યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 47 T20 મેચ રમી છે, આ દરમિયાન તેમણે 8 ઇનિંગ્સમાં 47 રન બનાવ્યા છે, પરંતુ તેમાં એક પણ સિક્સરનો સમાવેશ થતો નથી.
હર્ષિત રાણા પણ ભારત માટે અત્યાર સુધીમાં 3 T20 મેચ રમી ચૂક્યો છે, પણ તેણે પણ સિક્સર નથી લગાવી.
જસપ્રીત બુમરાહે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં 75 T20 મેચ રમી છે. તેમાંથી 8 મેચમાં તેને બેટિંગ કરવાનો મોકો મળ્યો છે, પરંતુ તે પણ સિક્સર ફટકારી શક્યો નથી.
ભારત માટે 24 T20 મેચ રમી ચૂકેલા વરુણ ચક્રવર્તીએ પણ હજુ સુધી સિક્સર મારવાનું પરાક્રમ કર્યું નથી. જોકે, તેને માત્ર 6 બોલ રમવાની જ તક મળી છે.