ક્રિકેટર સ્મૃતિ મંધાના બનશે સિંગરની દુલ્હન, પલાશે આપી જીતની શુભેચ્છા, ક્યારે છે લગ્ન?.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપ 2025માં શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. આખો દેશ હાલ ઉજવણી કરી રહ્યો છે.
ફાઇનલમાં ક્રિકેટર સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન પણ ઘણું પ્રભાવશાળી રહ્યું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ સ્મૃતિ મંધાના હવે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે.
લગ્ન પહેલા સિંગર પલાશ મુચ્છલે પોતાની થનારી દુલ્હન સ્મૃતિ મંધાનાનો ફોટો શેર કરીને તેને જીતની શુભેચ્છા પણ આપી છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
સ્મૃતિ મંધાના છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુઝિશિયન, સિંગર, એક્ટર અને ડિરેક્ટર પલાશ મુચ્છલને ડેટ કરી રહી છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે.
પલાશ મુચ્છલે થોડા સમય પહેલા જ કન્ફર્મ કર્યું હતું કે તે જલ્દી જ સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પલાશ અને સ્મૃતિના લગ્ન આ જ મહિનાની 20 નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીમાં ધામધૂમથી થશે. જોકે, લગ્નની તારીખને બંનેએ હજી સુધી કન્ફર્મ કરી નથી.
સાંગલી સ્મૃતિ મંધાનાનું હોમટાઉન છે, જે ક્રિકેટરના દિલની ખૂબ નજીક છે. તેથી, તે આ જ જગ્યાએ લગ્ન કરીને પોતાના લગ્નજીવનની શરૂઆત કરશે એવી ચર્ચા છે.
વર્લ્ડ કપની આ જીત પછી હવે ફેન્સને સ્મૃતિ મંધાના અને પલાશના લગ્નની આતુરતાથી રાહ છે. ચાહકો સ્મૃતિને દુલ્હનરૂપે જોવા માટે બેતાબ છે.