દુનિયાના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 5 ક્રિકેટર.
ક્રિકેટમાં સચિન તેંડુલકર જેવા નાના કદના ખેલાડીઓ સફળ થયા છે, તેમ છતાં મોહમ્મદ ઈરફાન (7'1") જેવા ખૂબ જ લાંબા ખેલાડીઓએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પ્રભાવ છોડ્યો છે.
એવામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોપ 5 સૌથી લાંબા ખેલાડીઓ વિશે જાણીએ.
વેસ્ટ ઇન્ડીઝના 6'7"ના લાંબા કદના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે નાની ઉંમરે જ ટીમમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે અને 69 ટેસ્ટમાં 162 વિકેટ લીધી છે.
ઇંગ્લેન્ડના 6'7"ના ઝડપી બોલર ક્રિસ ટ્રિમલેટે પોતાની કારકિર્દીમાં 12 ટેસ્ટમાં 53 અને 15 ODIમાં 15 વિકેટ લીધી હતી, જેમાં તેણે પોતાની ઊંચાઈનો લાભ લીધો હતો.
વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ઝડપી બોલર કર્ટી એમ્બ્રોઝ, જેનું ક્રિકેટમાં ઊંચું સ્થાન છે, તેમની લંબાઈ 6' 7.9" હતી.
ઓસ્ટ્રેલિયાનો 6' 8" લંબાઈ ધરાવતા ઝડપી બોલર પીટર જ્યોર્જે 2010માં ભારત સામે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયાનો 6' 8"નો ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રુસ રીડ, જે ભારતીય ટીમનો કોચ પણ રહી ચૂક્યો છે, તે તેના સમયમાં અસરકારક બાઉન્સર માટે જાણીતો હતો.
6' 8"નો વેસ્ટ ઇન્ડીઝનો બોલર જોએલ ગાર્નર, જે 'બિગ બર્ડ' તરીકે જાણીતો હતો, તે પોતાની લંબાઈનો ફાયદો ઝડપી બાઉન્સર અને યોર્કર નાખવામાં લેતો હતો.
ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસનની લંબાઈ 6 ફૂટ અને 8 ઈંચ છે. જેમિસન ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે.