ઈલેક્ટ્રિશિયનનો દીકરો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર બન્યો, આજે કરોડોનો માલિક.
ભારતીય બેટર તિલક વર્મા 8 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. માત્ર 22 વર્ષની નાની ઉંમરે જ તેણે ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી છે અને આજે ક્રિકેટ થકી જ તે કરોડો રૂપિયાનો માલિક બની ગયો છે.
તિલક વર્માની કુલ સંપત્તિ આશરે 15થી 20 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત BCCIનો પગાર અને IPLની કમાણી છે.
તિલક BCCIના કોન્ટ્રાક્ટમાં ગ્રેડ 'C' ક્રિકેટર છે. તેને દર વર્ષે 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે, મુંબઈ ઇન્ડિયન્સે IPLમાં તેને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
તિલક વર્મા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. હૈદરાબાદમાં તેના પિતા નંબૂરી નગરાજૂ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા. પરંતુ, દીકરાની પ્રતિભા જોઈને તેમણે તેને બધી સુખ-સુવિધાઓ પૂરી પાડી.
તિલક વર્ષ 2000માં અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. ત્યારબાદ, 2022માં મુંબઈ ઇન્ડિયન્સે તેને 1.7 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો અને હવે તે ભારતીય T-20 ટીમનો એક મહત્ત્વપૂર્ણ સભ્ય છે.
તિલક વર્માનો હૈદરાબાદના ચંદ્રાયન ગુટ્ટા વિસ્તારમાં એક ભવ્ય બંગલો છે. તે અવારનવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.
તિલકને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ, બીએમડબ્લ્યુ 7 સિરીઝ અને કિઆ સેલ્ટોસ જેવી ગાડીઓ છે. તેણે પોતાના પિતાને XEV 9e કાર પણ ગિફ્ટ કરી છે.
તિલક વર્મા ઘણી મોટી બ્રાન્ડ્સનું એન્ડોર્સમેન્ટ પણ કરે છે, જેમાં બૂસ્ટ, SS, eBikeGo અને IRA Reality જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કરોડો રૂપિયાની કમાણી થાય છે.