ભારત-ન્યૂઝીલેન્ડ વનડે: સૌથી વધુ રન બનાવનારા ટોપ-7 ખેલાડીઓ.

ભારતના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીને ન્યૂઝીલેન્ડ સામે 40 વનડે મેચ રમીને 1118 રન બનાવ્યા છે. તેના નામે આ ટીમ સામે 1 સેન્ચુરી અને 7 ફિફ્ટી છે.

ભારતના આક્રમક બેટર વીરેન્દ્ર સેહવાગે ન્યૂઝીલેન્ડ સામે માત્ર 23 વનડેમાં 1157 રન બનાવ્યા છે. તેણે કીવી ટીમ સામે 6 સેન્ચુરી અને 3 ફિફ્ટી ફટકારી છે.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓપનર નાથન એસ્ટલે ભારત સામે 29 વનડેમાં 1207 રન નોંધાવ્યા છે. તેણે ટીમ ઈન્ડિયા સામે 5 સેન્ચુરી અને 5 ફિફ્ટી ફટકારી છે.

ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી કેન વિલિયમસને ભારત સામે અત્યાર સુધી 31 વનડે મેચમાં 1239 રન બનાવ્યા છે. તેણે ભારત સામે 1 સેન્ચુરી અને 11 ફિફ્ટી ફટકારી છે.

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટર રોસ ટેલરે ભારત સામે પોતાની કારકિર્દીમાં 35 વનડે રમીને 1385 રન બનાવ્યા છે. જેમાં 3 સેન્ચુરી અને 8 ફિફ્ટીનો સમાવેશ થાય છે.

કિંગ કોહલી આ યાદીમાં બીજા સ્થાને છે. વિરાટે ન્યૂઝીલેન્ડ સામે 33 વનડેમાં 1657 રન ફટકાર્યા છે. કોહલીએ ન્યૂઝીલેન્ડના બોલરો સામે 6 સેન્ચુરી અને 9 ફિફ્ટી ફટકારી છે.

ક્રિકેટના ગોડ ગણાતો સચિન તેંડુલકર આ લિસ્ટમાં મોખરે છે. તેણે ન્યુઝીલેન્ડ સામે 42 મેચમાં 1750 રન બનાવ્યા છે. કીવી ટીમ સામે વનડેમાં તેના નામે 5 સેન્ચુરી અને 8 ફિફ્ટી નોંધાયેલી છે.

More Web Stories