T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદી, જાણો કેટલા ભારતીય.

ભારતના મિસ્ટર આઈપીએલ એટલે કે સુરેશ રૈનાએ 2010ના T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે શાનદાર બેટિંગ કરતા 59 બોલમાં સદી ફટકારી હતી.

સાઉથ આફ્રિકાના રાઈલી રુસોએ 2022ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 59 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

પાકિસ્તાનના અહમદ શહઝાદએ 2014ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે 58 બોલમાં સદી લગાવી હતી.

શ્રીલંકાના પથુમ નિસાંકાએ 2026ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે તરખાટ મચાવતા માત્ર 52 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી છે.

ન્યૂઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને 2012ના T20 વર્લ્ડ કપમાં 51 બોલમાં સદી પૂરી કરી હતી.

આ લિસ્ટમાં બીજા નંબરે પણ વેસ્ટ ઈન્ડિઝનો આ 'યુનિવર્સ બોસ' જ છે. ક્રિસ ગેલે 2007ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે 50 બોલમાં સદી ફટકારી હતી.

વર્ષ 2016ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ક્રિસ ગેલે માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી. આ T20 વર્લ્ડકપના ઈતિહાસની સૌથી ઝડપી સેન્ચુરી છે.

More Web Stories