40 વર્ષની ઉંમરે ફરી લગ્ન કરવા જઈ રહ્યો છે ભારતીય ખેલાડી.
ક્રિકેટ જગતનો લોકપ્રિય 'ગબ્બર' એટલે કે શિખર ધવન અત્યારે ઉત્સાહમાં છે. શિખર ધવન પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે બીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ કપલના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો વાઇરલ થઈ રહી છે. હલ્દી અને મહેંદી સેરેમનીમાં બંનેનો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે.
લગ્નની વિધિઓમાં સોફી અસલ ભારતીય લુકમાં જોવા મળી. તેણે ઓરેન્જ-રેડ કલરનો ભારે એમ્બ્રોઈડરી વાળો લહેંગો અને યલો દુપટ્ટો પહેર્યા છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
બીજી તરફ શિખર ધવન વ્હાઇટ સલવાર-કુર્તા અને યલો નેહરુ જેકેટમાં એકદમ હેન્ડસમ દેખાઈ રહ્યો છે.
સોફીના હાથમાં 'કલીરે' અને 'ચૂડા સેરેમની'ની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. હવે ચાહકો આ જોડીને વરરાજા અને દુલ્હનના ઓફિશિયલ વેડિંગ લુકમાં જોવા આતુર છે.
સોફી આયર્લેન્ડની રહેવાસી છે અને શિખર કરતા 5 વર્ષ નાની છે. તે એક ઉચ્ચ શિક્ષિત પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તેણે માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.
સોફી હાલમાં અબુ ધાબીમાં આવેલી 'નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશન'માં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ જેવા ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે.
શિખરના આ બીજા લગ્ન છે. અગાઉ 2012માં તેણે આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લાંબા સમયના ડેટિંગ બાદ હવે શિખર અને સોફી નવી જિંદગી શરૂ કરવા માટે સુપર એક્સાઈટેડ છે.