T-20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ વખત રમશે આ ભારતીય ખેલાડીઓ.

2 જૂનથી શરુ થતા વર્લ્ડ કપમાં 5 ખેલાડી એવા છે કે જેઓ પ્રથમ વખત T-20 વર્લ્ડ કપ રમશે.

યશસ્વી જયસ્વાલ: આ ડાબા હાથના બેટરને T-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

શિવમ દુબેઃ IPL 2024માં CSK માટે રમતા આ ઓલરાઉન્ડર માટે પણ આ પહેલો T-20 વર્લ્ડ કપ છે.

સંજુ સેમસન: વિકેટકીપર અને બેટર સંજુ IPLમાં તેના શાનદાર પ્રદર્શન બાદ પહેલો T-20 વર્લ્ડ કપ રમશે.

કુલદીપ યાદવ: 2017માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડીઓનો આ પ્રથમ T-20 વર્લ્ડ કપ છે.

મોહમ્મદ સિરાજઃ ODI અને ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે તે પ્રથમ વખત T-20 વર્લ્ડ કપ રમશે.

More Web Stories