14 વર્ષનો ખેલાડી મચાવશે ધમાલ! IPL 2026માં તમામ 10 ટીમના સૌથી 'યંગ સ્ટાર્સ'.
IPL 2026 28 માર્ચથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે એવા 'વન્ડર કિડ્સ' પણ છે જેમણે નાની ઉંમરે મેદાન મારી લીધું છે. ચાલો જાણીએ દરેક ટીમના સૌથી યુવા ડેબ્યુટન્ટ્સ વિશે.
અર્શીન કુલકર્ણી (લખનઉ સુપર જાયન્ટ્સ): લખનઉની ટીમમાં સૌથી યુવા ડેબ્યુટન્ટ અર્શીન રહ્યો છે, જેણે 19 વર્ષ અને 75 દિવસની ઉંમરે પહેલી મેચ રમી હતી.
રાશિદ ખાન (સનરાઈઝર્સ હૈદરાબાદ): હૈદરાબાદ માટે સૌથી નાની ઉંમરે રમવાનો રેકોર્ડ રાશિદ ખાનના નામે છે, તેણે 18 વર્ષ અને 197 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું હતું.
નૂર અહમદ (ગુજરાત ટાઇટન્સ): ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી યુવા ખેલાડી નૂર અહમદ છે, જેણે 18 વર્ષ અને 103 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું.
મનદીપ સિંહ (KKR): કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સૌથી યુવા ખેલાડી મનદીપ સિંહ રહ્યો, જેણે 18 વર્ષ અને 94 દિવસની ઉંમરે IPL માં કદમ રાખ્યા હતા.
ક્વેના મફાકા (મુંબઈ ઇન્ડિયન્સ): સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ મુંબઈ ઇન્ડિયન્સ માટે 17 વર્ષ અને 278 દિવસની વયે ડેબ્યુ કરવાની સિદ્ધિ મેળવી હતી.
આયુષ મ્હાત્રે (CSK): ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આયુષે 17 વર્ષ અને 278 દિવસની ઉંમરે પોતાનું ડેબ્યુ કર્યું.
પ્રદીપ સાંગવાન (દિલ્હી કેપિટલ્સ): દિલ્હી તરફથી સૌથી નાની ઉંમરે રમવાનો રેકોર્ડ સાંગવાનના નામે છે, તેણે 17 વર્ષ અને 179 દિવસની ઉંમરે એન્ટ્રી કરી હતી.
મુજીબ ઉર રહેમાન (પંજાબ કિંગ્સ): અફઘાનિસ્તાનના આ સ્પિનરે પંજાબ તરફથી 17 વર્ષ અને 11 દિવસની ઉંમરે પહેલી મેચ રમી હતી.
પ્રયાસ રે બર્મન (RCB): આરસીબી તરફથી સૌથી યુવા ખેલાડી તરીકે પ્રયાસે 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું હતું.
વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ): IPLના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરવાનો રેકોર્ડ વૈભવના નામે છે. તેણે માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આ લીગમાં એન્ટ્રી કરી હતી.